Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Union Budget 2026: જૂતાં, કપડાં, દારૂ...! શું સસ્તું થયું? શું મોંઘું થયું? આ રહી પૂરી લિસ્ટ

Union Budget 2026: જૂતાં, કપડાં, દારૂ...! શું સસ્તું થયું? શું મોંઘું થયું? આ રહી પૂરી લિસ્ટ

Published : 01 February, 2026 01:44 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Union Budget 2026: બજેટમાં 1 એપ્રિલ 2026થી આવકવેરા કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે દારૂ મોંઘો થવા જઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27નું આ બજેટ વિકસિત ભારત 2047ના લક્ષ્યને અનુસરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે આજે રજૂ કરેલા બજેટ (Union Budget 2026)માં ઘણી બધી મહત્વપૂર્ણવ જાહેરાતો કરવામાં આવી છે. પણ સામાન્ય જનતાને તો એક જ સવાલ થતો હોય છેએ કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું? તો તમને જણાવી દઈએ કે સામાન્ય જનતા માટે રાહતના જ સમાચાર છે. ચર્મના જૂતાં અને કપડાં સસ્તા થયા છે. એની સાથે જ માઇક્રોવેવ, સોલર એનર્જી અને કેન્સરની દવાઓ પણ સસ્તી થઈ છે.બજેટમાં 1 એપ્રિલ 2026થી આવકવેરા કાયદો લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે દારૂ મોંઘો થવા જઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27નું આ બજેટ વિકસિત ભારત 2047ના લક્ષ્યને અનુસરે છે

આજે જે યુનિયન બજેટ (Union Budget 2026) પેશ કરાયું તેમાં ટેક્સમાં કોઈ મોટી છૂટછાટ કે જાહેરાત કરવામાં આવી નથી. જોકે, બજેટમાં કૃષિથી લઈને સંરક્ષણ સુધીની ફાળવણી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.  નાણાકીય વર્ષ 2026-27નું આ બજેટ વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. એકબાજુ દેશ અમેરિકાના હાઇ ટેરિફનો સામનો કરી રહ્યો છે અને વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિ ત્યારે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે.



સૌથી પહેલાં જાણી લો કે શું મોંઘું થયું છે?


આલ્કોહોલ (દારુ)
મિનરલ્સ (ખનીજ)
સ્ક્રેપ

ઉપરોક્ત ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટીમાં વધારો (Union Budget 2026) કરવામાં આવ્યો હોવાથી ઉપર જે વસ્તુઓ નોંધી છે તે મોંઘી થવાની છે. સૌથી ઉપર તેમાં આલ્કોહોલ છે. આ ઉપરાંત જો આવકવેરામાં ખોટી માહિતી આપશૉ તો હવે કરવેરાની રકમના 100% જેટલો દંડ ભરવો ભડશે. જંગમ મિલકતનો ખુલાસો નહીં કરવામાં આવે તો હવે આના પર પણ દંડ થશે. સ્ટૉક ઓપ્શન અને ફ્યુચર્સ ટ્રેડિંગને લઈને જણાવાયું છે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ 0.02 ટકાથી વધીને 0.05 ટકા થયો છે.


કઈ કઈ વસ્તુ સસ્તી થઈ છે?

લેધર

કાપડ

સિન્થેટિક જૂતાં

વિદેશ યાત્રા

કેન્સરની 17 દવાઓ.

માઇક્રોવેવ ઓવન

શૂઝ

વિમાન નિર્માણ સાથે સંબંધિત બાબતો

મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રિક વાહન (EV)ની બેટરી સસ્તી થશે.

ડાયાબિટીસ (શૂગર) દવાઓ

ચામડા અને કાપડની નિકાસ

બાયોગેસ મિશ્રિત સીએનજી

સોલર ગ્લાસ

મિક્સ ગેસ CNG

વિમાનનું ઇંધણ

ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણ (Union Budget 2026)માં જણાવ્યું હતું કે ખાસ કરીને ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી રહી છે. કેટલીક ચીજવસ્તુઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, ચામડું, કાપડની નિકાસ પણ હવે કરમુક્ત રહેશે.  તેમના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી રહી છે.  સંરક્ષણ ક્ષેત્રમાં બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. 

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 01:44 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK