Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આજે ઑસ્ટ્રેલિયન ઓપન 2026ની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં જોશીલા યુવા અલ્કારાઝ અને અનુભવી દબંગ જૉકોવિચની ટક્કર

આજે ઑસ્ટ્રેલિયન ઓપન 2026ની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં જોશીલા યુવા અલ્કારાઝ અને અનુભવી દબંગ જૉકોવિચની ટક્કર

Published : 01 February, 2026 10:29 AM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને પ્લેયર્સ વચ્ચે ૨૦૨૨થી ૯ મૅચ રમાઈ છે જેમાંથી પાંચ મૅચ જૉકોવિચે અને ૪ મૅચ અલ્કારાઝે જીતી છે

આજે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને સર્બિયાના નોવાક જૉકોવિચની રસપ્રદ ટક્કર થશે

આજે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને સર્બિયાના નોવાક જૉકોવિચની રસપ્રદ ટક્કર થશે


ઑસ્ટ્રેલિયન ઓપન 2026ની મેન્સ સિંગલ્સ ફાઇનલમાં આજે સ્પેનના કાર્લોસ અલ્કારાઝ અને સર્બિયાના નોવાક જૉકોવિચની રસપ્રદ ટક્કર થશે. વર્લ્ડ નંબર વન અને નંબર ફોર વચ્ચેની આ મૅચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યાથી સોની નેટવર્કની ચૅનલો પર જોઈ શકાશે. ૩૮ વર્ષનો જૉકોવિચ આ પહેલાં પોતાની તમામ ૧૦ ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ જીતી ચૂક્યો છે, જ્યારે બાવીસ વર્ષનો અલ્કારાઝ પહેલી વખત ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં પહોંચ્યો છે.

બન્ને પ્લેયર્સ વચ્ચે ૨૦૨૨થી ૯ મૅચ રમાઈ છે જેમાંથી પાંચ મૅચ જૉકોવિચે અને ૪ મૅચ અલ્કારાઝે જીતી છે. બન્ને વચ્ચે રમાયેલી મોટી ટુર્નામેન્ટની ૪ ફાઇનલમાંથી જૉકોવિચે સિનસિનાટી ઓપન અને પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલ જીતી છે, જ્યારે વિમ્બલ્ડનની ૨૦૨૩ અને ૨૦૨૪ની ફાઇનલ મૅચમાં અલ્કારાઝે બાજી મારી હતી.



સ્પેનનો અલ્કારાઝ આજે કરીઅર ગ્રૅન્ડ સ્લૅમ એટલે કે તમામ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર યંગેસ્ટ પ્લેયર બનવા માટે મેદાન પર ઊતરશે, જ્યારે સર્બિયાનો સ્ટાર જૉકોવિચ કરીઅરનું રેકૉર્ડ પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવા માટે પોતાના અનુભવનો ઉપયોગ કરશે. અલ્કારાઝ પોતાની કરીઅરમાં ૬ ગ્રૅન્ડ સ્લૅમ સહિત ટોટલ ૨૪ ટાઇટલ જીત્યો છે, જ્યારે જૉકોવિચ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ સહિત ટોટલ ૧૦૧ ટાઇટલ જીતી ચૂક્યો છે.


એલેના રિબકિના ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ સાથે ૨૬.૫ કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ જીતી


રશિયામાં જન્મેલી ૨૬ વર્ષની એલેના રિબકિનાએ ગઈ કાલે કઝાખસ્તાન તરફથી રમીને પહેલી વખત વિમેન્સ સિંગલ્સ ઑસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતવાનો રેકૉર્ડ કર્યો હતો. ૨૦૨૨ની વિમ્બલ્ડન વિજેતા એલેનાએ પોતાની કરીઅરનું બીજું ગ્રૅન્ડ સ્લૅમ જીતીને ૨૬.૫ કરોડ રૂપિયાનું કૅશ પ્રાઇઝ પણ જીત્યું હતું. એલેનાએ બેલારુસની ૩ વખતની ઑસ્ટ્રેલિયન ઓપન ફાઇનલિસ્ટ અને બે વખત આ ટુર્નામેન્ટ જીતનાર ૨૭ વર્ષની અરીના સબલેન્કા સામે અંતિમ સમયમાં જોરદાર કમબૅક કરીને ૬-૪, ૪-૬, ૬-૪ના સ્કોરથી જીત મેળવી હતી. વર્લ્ડ નંબર ફાઇવ એલેનાને ઑસ્ટ્રેલિયા ઓપન 2023ની ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ નંબર વન અરીના સબલેન્કા સામે હાર મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 10:29 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK