Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઑનલાઇન ડિલિવરી સાથે આવેલાં બ્રાઉન પેપરબૅગ અને કાર્ડબોર્ડ ફેંકી દેતા હો તો આ વાંચી લેજો

ઑનલાઇન ડિલિવરી સાથે આવેલાં બ્રાઉન પેપરબૅગ અને કાર્ડબોર્ડ ફેંકી દેતા હો તો આ વાંચી લેજો

Published : 18 May, 2026 01:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચીજો તમારા ગાર્ડનમાં બહુ કામની છે. ગાર્ડનમાં મલ્ચિંગથી લઈને પ્રાકૃતિક ખાતર બનાવવાના કામમાં પણ ઉપયોગી છે

ઑનલાઇન ડિલિવરી સાથે આવેલાં બ્રાઉન પેપરબૅગ અને કાર્ડબોર્ડ ફેંકી દેતા હો તો આ વાંચી લેજો

ઑનલાઇન ડિલિવરી સાથે આવેલાં બ્રાઉન પેપરબૅગ અને કાર્ડબોર્ડ ફેંકી દેતા હો તો આ વાંચી લેજો


ઑનલાઇન શૉપિંગની આદત તો હવે બધાને છે. જોકે એને કારણે ઘરમાં બ્રાઉન કાગળની બૅગ અને કાર્ડબોર્ડનાં બૉક્સનો ઢગલો થઈ જાય છે. પર્યાવરણપ્રેમી હો તો બની શકે કે તમે નો પેપર બૅગનો ઑપ્શન સિલેક્ટ કરો. જોકે એમ છતાં કેટલીક વેબસાઇટ્સ પરથી આવેલી ચીજો માટે કાર્ડબોર્ડનો ઉપયોગ તો થતો જ હોય છે. આ ચીજોને રદ્દીમાં કે કચરામાં ફેંકી દેવાને બદલે એનો ગાર્ડનમાં ઉપયોગ થઈ શકે છે. જો તમે ગાર્ડનિંગના શોખીન હો તો આ કચરો કીમતી પુરવાર થઈ શકે છે. 
ગાર્ડનિંગ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ બ્રાઉન પેપરબૅગ અને કાર્ડબોર્ડ ઘરમાં ઉગાડેલા છોડને નવું જીવન આપી શકે છે. કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે એ વિશે જાણીએ. 
 કાળઝાળ ગરમીમાં છોડની ઉપરની માટીમાંથી પાણી ખૂબ ઝડપથી ઊડી જાય છે. એવામાં મલ્ચિંગ એટલે કે માટીને ઢાંકવા માટે કાગળનાં પૂંઠાં કે પેપરના ટુકડાનો ઉપયોગ થઈ શકે છે. ઉપરની માટી પર ઝીણાં કાપેલાં પૂંઠાં અને પેપરનું લેયર ગોઠવી દેવું. એનાથી સૂરજનો સીધો તડકો માટી પર નહીં પડે. એને કારણે માટીમાં ભેજ લાંબો સમય ટકી રહેશે. એ જ ટુકડાઓ પર તમે પાણી આપી શકો છો. એ પાણી ધીમે-ધીમે માટીમાં જશે. આ ટ્રિકથી આપણે છોડને હીટ સ્ટ્રોકથી બચાવી શકીએ છીએ. આ ટેક્નિકને ખેતીની ભાષામાં મલ્ચિંગ કહેવાય છે. 
 પૂંઠાનું મલ્ચિંગ કરવાથી કૂંડામાં આસપાસ ઊગી જતું નીંદણ અને અનવૉન્ટેડ ઘાસથી છુટકારો મળી શકે છે. જો કૂંડા કે ક્યારી હોય તો જસ્ટ કાગળના ટુકડા કરીને છોડની આજુબાજુ ફેલાવી દેવા. એનાથી માટીની અંદરના બીજને સૂરજનાં કિરણો નહીં મળે અને બિનજરૂરી નીંદણ ઊગતું અટકશે. 
 માટીને સમૃદ્ધ કરી શકાય. એ માટે કચરામાં ફેંકી દેવાનાં હોય એવી કાગળની બૅગ કે પૂંઠાંના ટુકડા કરવા અને એને ઓવરનાઇટ પાણીમાં પલાળી રાખવા. ૧૦-૧૨ કલાક પાણીમાં પલળવાથી પેપરનો પલ્પ તૈયાર થશે. આ પલ્પ તમે કોઈક છોડ વાવી રહ્યા હો ત્યારે કૂંડામાં બે માટીનાં લેયરની વચ્ચે પાથરી શકો છો. આ પલ્પ માટીને સમૃદ્ધ કરવાનું કામ કરે છે. પૂંઠાનો ગર પોચો અને પોરસ હોવાથી એમાંથી હવાની અવરજવર સારી થાય છે અને છોડનાં મૂળને ઊંડે સુધી પ્રસરવામાં મદદ થાય છે. 
 જો તમે જાતે જ કોઈ બીજમાંથી છોડ તૈયાર કરવા માગતા હો તો આ પૂંઠા અને કાગળની બૅગમાંથી જર્મિનેશન બૅગ પણ તૈયાર કરી શકો. એને કાપીને કપ કે બાઉલ જેવો શેપ આપીને એમાં બીજને ઊગવા માટે મૂકો. માટીની ઉપરની સપાટીની સહેજ નીચે બીજ મૂકીને પાંચ-સાત દિવસ એમાં પાણી રેડવાથી એમાંથી ફણગો ફૂટશે. એક વાર એમાંથી કૂંપળ ફૂટવાનું શરૂ થઈ જાય એ પછી આખા કપને તમે કૂંડામાં નાખી શકો છો, કેમ કે એ આપમેળે ગળી જશે. 


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK