Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડિજિટલ વર્લ્ડ અને સ્ક્રીન-ટાઇમની આડઅસરની ક્ષમતા ખબર છે?

ડિજિટલ વર્લ્ડ અને સ્ક્રીન-ટાઇમની આડઅસરની ક્ષમતા ખબર છે?

Published : 15 April, 2026 05:08 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

ડિજિટલ વર્લ્ડ અને મોબાઇલના અતિરેકને કારણે આવતા પ્રશ્નો કેટલા વિકરાળ છે એના વિશે કોઈ કલ્પના નથી કરતું, પણ હકીકત એ છે કે આ માધ્યમોને કારણે આજે વ્યક્તિગત રિલેશનશિપ સુધ્ધાંમાં અંતર દેખાવા માંડ્યું છે. એ જે આડઅસર છે એ જાણવા અને જોવા જેવી છે.

ડૉ. મુકુલ ચોકસી

ડૉ. મુકુલ ચોકસી


છેલ્લા થોડા સમયથી મોબાઇલ અને ડિજિટલ વર્લ્ડનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે, જેને એક ચોક્કસ વર્ગ બહુ સામાન્ય માને છે. ખાસ કરીને જેન-ઝી અને મિલેનિયલ્સની ફેવર કરનારાઓ સતત એવી દલીલ કરતા રહે છે કે મોબાઇલ અને ડિજિટલ વર્લ્ડ હવેના સમયમાં અત્યંત આવશ્યક છે, એના વિના રહી ન શકાય, એના વિના ચાલે જ નહીં. અમુક અંશે તેમની વાત સાચી છે, પણ સંપૂર્ણપણે તો સાચી નથી જ નથી.
ડિજિટલ વર્લ્ડ અને મોબાઇલના અતિરેકને કારણે આવતા પ્રશ્નો કેટલા વિકરાળ છે એના વિશે કોઈ કલ્પના નથી કરતું, પણ હકીકત એ છે કે આ માધ્યમોને કારણે આજે વ્યક્તિગત રિલેશનશિપ સુધ્ધાંમાં અંતર દેખાવા માંડ્યું છે. એ જે આડઅસર છે એ જાણવા અને જોવા જેવી છે.
ડિજિટલ વર્લ્ડ અને મોબાઇલના ઍક્સેસ ઉપયોગને લીધે નવી જનરેશનનો સેક્સ અને ઇન્ટિમેટ રિલેશનશિપ પ્રત્યેનો અભિગમ બદલાવા માંડ્યો છે. હવે ડાયરેક્ટ હ્યુમન કનેક્શનને બદલે તે લોકો વર્ચ્યુઅલ કનેક્શનમાં વધુ વ્યસ્ત રહેવા માંડ્યા છે. સેક્સોલૉજિસ્ટ તરીકે મારી પાસે અનેક ફરિયાદો એવી આવે છે કે હસબન્ડ કે વાઇફને પૉર્ન અને એવું બીજું કન્ટેન્ટ જોયા વિના ઇન્ટિમેટ થવાનું મન નથી થતું. એક સમય હતો જ્યારે એન્ટરટેઇનમેન્ટ માટે વિકલ્પો ઓછા હતા, પણ આજે વિકલ્પો ખૂબ વધી ગયા છે જેને લીધે ઇન્ટિમસી માટેના સમયમાં અને એનર્જીમાં ઘટાડો આવી ગયો છે.
એક સમયે ડેટિંગ ઍપ્સ ખૂબ પૉપ્યુલર હતી, પણ ડિજિટલ વર્લ્ડના અતિરેકને લીધે નવી જનરેશનને એ ઍપ્સ અને ઍપ્સ દ્વારા મળનારું વિજાતીય કનેક્શન સુપરફિશ્યલ લાગવા માંડ્યાં છે. પરિણામ એ આવ્યું કે નવી જનરેશનના બૉન્ડિંગનું પ્રાધાન્ય બદલાવા માંડ્યું. એક સમયે બૉન્ડિંગની ચરમસીમા ફિઝિકલ રિલેશનશિપ હતી, પણ હવે ફિઝિકલ રિલેશનમાં જોડાવાને બદલે નવી જનરેશન ઇમોશનલ કનેક્શનને વધુ મહત્ત્વ આપવા માંડી છે. એમાં કશું ખોટું નથી; પણ ઇમોશનલ કનેક્શન માટે જે પ્રકારનો વ્યવહાર જોઈએ, જે પ્રકારનું વાક્ચાતુર્ય કે બૌદ્ધિકતા જોઈએ એ ડિજિટલ વર્લ્ડ અને મોબાઇલના અતિ-ઉપયોગને લીધે ક્ષીણ થઈ છે. પરિણામ એ આવ્યું છે કે ઇમોશનલ કનેક્શન બરાબર સેટ નથી થતું અને આ જનેરશન એકલા રહેવાનું પસંદ કરતી થઈ છે.
સોશ્યલ મીડિયા પર દેખાતી પર્ફેક્ટ લાઇફ અને પૉર્નોગ્રાફીની સરળ ઉપલબ્ધતાને 
કારણે યુવાનોમાં પોતાના બૉડી અને પર્ફોર્મન્સને લઈને લઘુતાગ્રંથિ પણ ખૂબ વધી છે, જેને લીધે પણ તે લોકો દ્વારા ફિઝિકલ રિલેશનશિપથી 
દૂર રહેવાનું શરૂ થયું છે. આ બધાને અટકાવવાનો એક જ રસ્તો છે - બિનજરૂરી રીતે ડિજિટલ વર્લ્ડને એક્સપ્લોર ન કરવું અને મોબાઇલ-ટૅબ્લેટ કે લૅપટૉપનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 05:08 PM IST | Mumbai | Dr. Mukul Choksi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK