Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વાલ્મીકિ રામાયણનું પોસ્ટર અખાત્રીજે લૉન્ચ થયું

વાલ્મીકિ રામાયણનું પોસ્ટર અખાત્રીજે લૉન્ચ થયું

Published : 21 April, 2026 11:19 AM | Modified : 21 April, 2026 12:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે

`વાલ્મીકિ રામાયણ`નું પોસ્ટર

`વાલ્મીકિ રામાયણ`નું પોસ્ટર


હાલમાં રવિવારે અખાત્રીજ નિમિત્તે ડિરેક્ટર ભાવના તલવાર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘વાલ્મીકિ રામાયણ’નું નવું પોસ્ટર લૉન્ચ થયું હતું. આ પોસ્ટરમાં ભગવાન શ્રીરામને ધનુષ સાથે અદ્ભુત અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મહર્ષિ વાલ્મીકિએ રચેલા મૂળ રામાયણને વધુ વફાદારીથી અને આધ્યાત્મિક રીતે રજૂ કરવાનું આયોજન છે, પણ એના કલાકારો વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

પ્રયાગરાજમાં રામ-સીતા-લક્ષ્મણ




ગઈ કાલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રણ દિવસની રાષ્ટ્ર હનુમંત કથાનો આરંભ થયો હતો. એ પહેલાં એક કળશયાત્રા યોજાઈ હતી જેમાં ટીવી-સિરિયલ ‘રામાયણ’માં રામ-સીતા-લક્ષ્મણ બનેલાં અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા અને સુનીલ લાહિરી જોડાયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK