Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમને ખબર છે કે તમે ધીમે-ધીમે કેટલા પરાવલંબી બની ગયા છો?

તમને ખબર છે કે તમે ધીમે-ધીમે કેટલા પરાવલંબી બની ગયા છો?

Published : 18 November, 2026 03:12 PM | Modified : 18 November, 2026 03:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુ વોન્ટ બિલીવ, ગોવાના ૪ મહિનાએ મને સમજાવ્યું કે હું મુંબઈમાં કયા સ્તર પર ડિપેન્ડેબલ થઈ ગઈ હતી. દરેક બાબતમાં મારો આધાર બીજા પર હતો. મારાં તમામ કામ બીજાની મદદથી થતાં હતાં. ઘરનાં બેઝિક કાર્યોથી લઈને શૉપિંગ, બૅન્કિંગ જેવાં લાઇફને મૅનેજ કરવા.

અમી શ્રોફ

What’s On My Mind?

અમી શ્રોફ


કેટલીક બાબતો માત્ર અનુભવથી ધ્યાનમાં આવે. અત્યારની આપણી લાઇફસ્ટાઇલ એટલી સ્પીડી થઈ ગઈ છે કે જીવનની ઘણી ક્ષણોને અનુભવવાનો આપણી પાસે સમય જ નથી રહ્યો. અંધાધૂંધ બસ દોડી રહ્યા છીએ. હું પોતે પણ આવી જ હતી. બસ કામ કરો, પૈસા કમાઓ અને એક લાઇફસ્ટાઇલમાં ફિક્સ થઈને દિવસ-રાત પસાર થવા દો. વર્કોહૉલિક લોકો એવું માનતા હોય છે કે કામ જ તેમનું વેકેશન છે અને એ જ છે જે તેમને ગમે છે. આ કહું છું કારણ કે આઇ યુઝ્ડ ટુ ફીલ ધ સેમ. જોકે ધીમે-ધીમે હેલ્થ પર એ લાઇફસ્ટાઇલ દેખાવાની શરૂ થઈ અને થયું કે ચાલો થોડોક બ્રેક લઈએ. એમાં જે રિયલાઇઝ થયું એ જોતાં એમ લાગ્યું કે બસ હવે સિટીમાં નથી રહેવું અને ૪ મહિના પહેલાં એ નિર્ણયને અનુસરીને હું ગોવા શિફ્ટ થઈ ગઈ. કામ હોય ત્યારે મુંબઈ અવરજવર કરું છું, પણ હવે મુખ્યરૂપે રહું ગોવામાં. યુ વોન્ટ બિલીવ, ગોવાના ૪ મહિનાએ મને સમજાવ્યું કે હું મુંબઈમાં કયા સ્તર પર ડિપેન્ડેબલ થઈ ગઈ હતી. દરેક બાબતમાં મારો આધાર બીજા પર હતો. મારાં તમામ કામ બીજાની મદદથી થતાં હતાં. ઘરનાં બેઝિક કાર્યોથી લઈને શૉપિંગ, બૅન્કિંગ જેવાં લાઇફને મૅનેજ કરવાનાં બધાં જ કાર્યો કોઈ ને કોઈ હેલ્પર થકી પૂરાં થતાં હતાં. ગોવા શિફ્ટ થયા પછી મને આ રિયલાઇઝ થયું. લાઇફની દોડધામમાં આપણે આપણી ઓરિજિનલિટી ખોઈ રહ્યા છીએ અને વર્કોહૉલિકપણામાં મેં શું-શું ગુમાવ્યું એ પણ મને રિયલાઇઝ થયું.

આજે હું મારા પર્સનલ અનુભવ પરથી કહીશ કે એકધારું દોડવાને બદલે વચ્ચે-વચ્ચે થોડોક બ્રેક લો. બીજું, જે ઑલરેડી ખૂબ સંપન્ન છે એવા દેશના ઇન્ડસ્ટ્રિયલિસ્ટને વધુ મોટા બનાવવાને બદલે તમારી આસપાસ રહેતા નાના લોકોને સપોર્ટ આપો. તમારા ઘરની નજીક રહેલી દુકાનવાળા જેઓ પોતે મૅન્યુફૅક્ચરિંગ કરતા હોય અથવા લોકલ માર્કેટમાંથી ખરીદીને તમારા સુધી સામાન પહોંચાડતા હોય તેમને સાથ આપો. બ્રૅન્ડેડના મોહમાંથી બહાર નીકળીને ઑથેન્ટિકના મોહમાં પડો. આજે શહેરોમાં ડેવલપમેન્ટના નામે એન્ડલેસ ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે જેને કદાચ તમે રોકી નહીં શકો, પણ તમે તો ત્યાંથી હટી જ શકો છો. હું તો એટલું જ કહીશ કે તમને વધુ સારા માણસ બનવા માટે પ્રેરે એવી જગ્યાએ રહો, એવી પ્રવૃત્તિ કરો અને એવા સંબંધોમાં જોડાઓ. બાકી આમ જ દોડતાં-દોડતાં અચાનક પૂરા થઈ જશો અને છેલ્લી ઘડીએ આનંદિત થવા જેવું કંઈ જ કર્યું નહીં હોય. આંખ મીંચો ત્યારે સાચી રીતે જીવ્યાનો સંતોષ તો હોવો જ જોઈએને?!



છેલ્લાં બાવીસ વર્ષથી સક્રિય ભારતની સૌથી પહેલી ફ્લેર બાર-ટેન્ડર (એટલે કે બારમાં ખૂબ જ ક્રીએટિવ અને ફૅન્સી રીતે ડ્રિન્ક સર્વ કરતી વ્યક્તિ) અમી શ્રોફ જગલિંગ અને મિક્સોલૉજીની ટ્રેઇનિંગ પણ આપે છે


 

 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK