Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવું નાણાકીય વર્ષ બિઝનેસમાં નાણાકીય શિસ્ત, આયોજન અને નવી આદતો માટે સારો મોકો છે

નવું નાણાકીય વર્ષ બિઝનેસમાં નાણાકીય શિસ્ત, આયોજન અને નવી આદતો માટે સારો મોકો છે

Published : 12 April, 2026 02:55 PM | IST | Mumbai
Priyanka Acharya

સૌથી પહેલું કારણ એ છે કે બચત કરવા પર અને સંપત્તિ બનાવવા પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. યોગ્ય આયોજન વગર નફો ક્યારેક રોકાણમાં વપરાઈ જાય છે અથવા ખર્ચ માટે કાઢી લેવામાં આવે છે. પરિણામે પૂરતું રિઝર્વ તૈયાર થતું નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવા નાણાકીય વર્ષમાં નવા હિસાબ મંડાય છે અને મનમાં એક નક્કર વિચાર આવે છે કે ‘આ વર્ષે બધું અલગ રીતે કરવું છે.’ જોકે થોડા જ વખતમાં આ ઉત્સાહ ધીમે-ધીમે ઓસરી જાય છે. રોજિંદા કામકાજ, ઑર્ડર, પેમેન્ટ અને અન્ય જવાબદારીઓ વચ્ચે નાણાકીય શિસ્ત વિસરાઈ જાય છે.

ઘણા વેપારીઓ દર વર્ષે એપ્રિલમાં નક્કી કરે છે કે નવા નાણાકીય વર્ષમાં તેઓ યોગ્ય બજેટિંગ અને નાણાકીય શિસ્ત રાખશે, પરંતુ દૈનંદિન દોડધામ વચ્ચે તેમનું આયોજન કાગળ પર જ રહી જાય છે. વર્ષના અંતે ફરી એક જ પ્રશ્ન ઊભો થાય છે કે ‘નફો ક્યાં ગયો?’ આવું થવાનાં ચાર મુખ્ય કારણો ધ્યાનમાં આવ્યાં છેઃ



સૌથી પહેલું કારણ એ છે કે બચત કરવા પર અને સંપત્તિ બનાવવા પર ઓછું ધ્યાન આપવામાં આવે છે. યોગ્ય આયોજન વગર નફો ક્યારેક રોકાણમાં વપરાઈ જાય છે અથવા ખર્ચ માટે કાઢી લેવામાં આવે છે. પરિણામે પૂરતું રિઝર્વ તૈયાર થતું નથી.


બીજું, વર્કિંગ કૅપિટલ અને સ્ટૉક મૅનેજમેન્ટમાં ખામીઓ રહે છે. યોગ્ય આયોજનના અભાવે ક્યારેક વધારે સ્ટૉકમાં પૈસા અટવાઈ જાય છે અથવા સ્ટૉક ઓછો હોય તો વેચાણ પર અસર થાય છે.

ત્રીજું, ઘણા બિઝનેસમાં નફા કરતાં વેચાણ પર વધારે ભાર મુકાય છે. વધારે વેચાણ કરવું સારું લાગે છે, પરંતુ સાચી મજબૂતી તો નફાકારકતા વધારવામાં છે.


ચોથું, ઇમર્જન્સી ફન્ડ અથવા ઇન્શ્યૉરન્સ જેવી બાબતોને વારંવાર પાછળ ધકેલી દેવામાં આવે છે.

આ પરિસ્થિતિને સુધારવા માટે શું કરી શકાય?

એક સરળ ઉદાહરણ સમજીએ. નવા શાળાકીય વર્ષની શરૂઆતમાં બાળકો નવાં પાઠ્યપુસ્તકોમાં ભણવાના પાઠ ઉત્સુકતાપૂર્વક જોઈ જતાં હોય છે. એનાથી તેઓ આખું વર્ષ ભણવાની માનસિક તૈયારી કરી લેતાં હોય છે. આ જ રીતે બિઝનેસમાં પણ વર્ષની શરૂઆતમાં થોડો સમય કાઢીને આગળ શું કરવાનું છે એ જોવું જરૂરી છે. આ પ્રક્રિયા સ્પષ્ટતા અને દિશા આપે છે.

સૌથી પહેલાં એ નક્કી કરો કે નવા વર્ષે શું બદલવું છે? એમાં ટેક્નૉલૉજી, ખર્ચ, રોકાણ અને વિસ્તરણનો સમાવેશ થાય છે.

બીજું, સ્પષ્ટ નાણાકીય લક્ષ્યો નક્કી કરો. જેમ કે કેટલું રિઝર્વ ઊભું કરવું છે, સ્ટૉક કેટલો રાખવો અને નફો કેટલો મેળવવો છે.

ત્રીજું, સરળ અને ઉપયોગી બજેટ બનાવો. એ ખૂબ જ જટિલ નહીં, પ્રૅક્ટિકલ હોવું જોઈએ.

ચોથું, સમયની કિંમત સમજો. તમારા કર્મચારીઓને અપાતા પગારના આધારે તેમના પ્રતિ કલાકના વેતનખર્ચની ગણતરી કરો. આથી સમયનો યોગ્ય ઉપયોગ થશે અને ઉત્પાદનક્ષમતા વધશે.

પાંચમું, દર મહિને થોડો સમય કાઢીને હિસાબ અને કામગીરીની સમીક્ષા કરો. આથી આયોજન માત્ર કાગળ પર નહીં રહે પરંતુ વાસ્તવમાં અમલમાં આવશે.

જો આ પ્રક્રિયાઓને નિયમિત રીતે અપનાવવામાં આવે તો આયોજન એક વખતની પ્રક્રિયા નહીં રહે પરંતુ એક સારી આદત બની જશે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 02:55 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK