ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં ૯૨ વર્ષનાં જાજરમાન ગાયિકા આશા ભોસલેને ગઈ કાલે સાંજે ૭.૩૦ વાગ્યે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં
ગઈ કાલે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલની બહાર ભેગા થયેલા મીડિયાવાળા. તસવીર : અતુલ કાંબળે
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં ૯૨ વર્ષનાં જાજરમાન ગાયિકા આશા ભોસલેને ગઈ કાલે સાંજે ૭.૩૦ વાગ્યે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમની સારવાર ચાલી રહી છે.
હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાઉસહેલ્પે કહ્યું હતું કે હાર્ટ-અટૅક આવ્યો એ પહેલાં ગભરામણ થતી હોવાનું અને સખત માથું દુઃખતું હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે મોડી રાતે આશા ભોસલેની પૌત્રી ઝનાઈ ભોસલેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મારાં દાદી આશા ભોસલેને સખત થાક લાગ્યો હતો અને ચેસ્ટ-ઇન્ફેકશન થયું હતું. ત્યાર બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે અમને પ્રાઇવસી આપજો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આશા છે કે બધું સારું થઈ જશે અને અમે તમને પૉઝિટિવ સમાચાર આપીશું.’
