Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દેખાદેખીને કારણે લોકો પોતાનું નુકસાન કરી રહ્યા છે

દેખાદેખીને કારણે લોકો પોતાનું નુકસાન કરી રહ્યા છે

Published : 23 April, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે દરેક ક્ષેત્રમાં એક અકલ્પનીય બદલાવ આવી રહ્યો છે. બધી જ જગ્યાએ ટેક્નૉલૉજી અને ઑટોમેશન છે. બીજી બાજુ સોશ્યલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ હાઇટ પર છે. બીજા ક્ષેત્રની જેમ અમારા ક્ષેત્ર પર પણ એની જબરી અસર પડી છે.

રોમેશ દામજી સાલિયા

What’s On My Mind?

રોમેશ દામજી સાલિયા


અત્યારે દરેક ક્ષેત્રમાં એક અકલ્પનીય બદલાવ આવી રહ્યો છે. બધી જ જગ્યાએ ટેક્નૉલૉજી અને ઑટોમેશન છે. બીજી બાજુ સોશ્યલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ હાઇટ પર છે. બીજા ક્ષેત્રની જેમ અમારા ક્ષેત્ર પર પણ એની જબરી અસર પડી છે. અમારી પાસે ક્લાયન્ટ કોઈક રીલ લઈને આવે અને કહે કે ડિટ્ટો આવું બનાવી આપો. અમે ના પાડીએ તો પણ પહેલાં અમારી વાત ન સાંભળે. તેઓ જાતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી ડિઝાઇન બનાવી આપે અને જ્યારે તેમના દબાવમાં આવીને અમે કામ પૂરું કરીએ એટલે પાછળથી પસ્તાય. બધી જ મહેનત અમારી પાસે પાછી કરાવે. મને યાદ છે કે એક ફૅમિલીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને મારી પાસે આખું વાઇટ ઍન્ડ વાઇટ કિચન બનાવ્યું હતું. માર્બલ પણ વાઇટ અને લૅમિનેટ પણ વાઇટ. અમે તેમને ખૂબ સમજાવ્યા કે કિચનમાં આપણે ત્યાં આ ન ચાલે, કારણ કે આપણે ત્યાં કિચનનો સર્વાધિક વપરાશ હોય છે અને એને મેઇન્ટેઇન કરવું અઘરું છે. જોકે તેઓ ન જ માન્યા અને એક જ વર્ષમાં નવું કિચન બનાવવું પડ્યું. જૂના માર્બલથી લઈને લૅમિનેટ્સ ચેન્જ કરવાં પડ્યાં કારણ કે જૂનાં લૅમિનેટ્સ કુકિંગ વગેરેને કારણે પીળાં પડી ગયાં હતાં.
૪૦ વર્ષના અનુભવ પરથી કહું છું કે આજે લોકો પાસે ખૂબ વરાઇટી અને ઑપ્શન્સ છે અને દેખાડો કરવાનું માધ્યમ એટલે કે સોશ્યલ મીડિયા પણ છે એટલે ઇન્ટીરિયરનું કામ અમારા માટે વધુ ચૅલેન્જિંગ બન્યું છે. લોકોને જે જુએ છે એવું બધું જ પોતાને ત્યાં અપ્લાય કરવું હોય છે; પરંતુ દરેક ઘર માટે, દરેક લોકેશન માટે કે તમારા ઘરના એરિયા મુજબ એ ફિટ બેસે છે કે નહીં એ તો કોઈને સમજવું જ નથી. આજના સમયમાં માત્ર ઇન્ટીરિયર નહીં પણ દરેક ફીલ્ડમાં લોકોને એ સમજણ આપવાની જરૂર છે કે દેખાદેખીથી બચો. સોશ્યલ મીડિયાને તમારા જીવનના નિર્ણય લેવા માટે મુખ્ય સોર્સ ન બનાવો. હા, તમે એમાંથી આઇડિયા લો અથવા ઇન્સિપિરેશન લો પરંતુ પૂરેપૂરા સોશ્યલ મીડિયા પર નિર્ભર થવાની કોઈ જરૂર નથી. એમાં તમે તમારું બગાડશો અને એવા અઢળક દાખલાઓ છે અમારી પાસે. આજના લોકોને એ સમજાવવું બહુ જ મહત્ત્વનું પરંતુ અઘરું બની ગયું છે કે શોબાજીની સાથે કમ્ફર્ટ અને તમારી જરૂરિયાત મહત્ત્વની છે. ખાસ કરીને ઘર એ એવી જગ્યા છે જે તમારા કમ્ફર્ટનું સ્થાન છે. આપણે ધરતીનો છેડો ઘર માનીએ છીએ અને થાક્યા-પાક્યા રેસ્ટ અને રિલૅક્સેશન માટે ઘરે આવીએ છીએ. એને જો તમે માત્ર દેખાડાનું જ સાધન બનાવી દેશો અને તમારી કમ્ફર્ટનું એમાં નામોનિશાન નહીં રાખો તો થોડાક સમય પછી એનો ભાર લાગવા માંડશે. 
ઘણા પર્યાયોમાં કન્ફ્યુઝ થવાને બદલે તમે કોઈ નિષ્ણાતને મધ્યસ્થીમાં રાખીને નિર્ણય લો. સાચું કહું છું કે આજે લોકો રિયલ એક્સપર્ટને બદલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને પહેલાં સવાલો કરે છે. એમાં ઘણી વાર આડે પાટે ચડી જાય અને ફસાયા પછી અમારા જેવા એક્સપર્ટ પાસે આવતા હોય છે. ટ્રેન્ડ્સ અને શોબાજીમાં આપણે લાઇફનો અમૂલ્ય સમય અને સંપત્તિ બન્ને વેડફી રહ્યા છીએ એ ભૂલવું ન જોઈએ. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK