Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > કાળઝાળ ગરમીમાં તમારી ત્વચાને રાખો હાઇડ્રેટેડ

કાળઝાળ ગરમીમાં તમારી ત્વચાને રાખો હાઇડ્રેટેડ

Published : 23 April, 2026 03:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે મેકઅપને બદલે હવે લોકો નૅચરલ અને ગ્લોઇંગ સ્કિન પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હાઇલ્યુરોનિક ઍસિડ અને હળવા મૉઇશ્ચરાઇઝરના લેયરિંગ દ્વારા ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખતી આ મેથડ કેવી રીતે કામ કરે છે અને એને રૂટીનમાં કેવી રીતે સામેલ કરવી એ જાણી લો

કાળઝાળ ગરમીમાં તમારી ત્વચાને રાખો હાઇડ્રેટેડ

કાળઝાળ ગરમીમાં તમારી ત્વચાને રાખો હાઇડ્રેટેડ


ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચહેરો ડ્રાય અને ડલ લાગતો હોય છે ત્યારે સ્કિનકૅરની દુનિયામાં અત્યારે સ્કિન-ફ્લડિંગનો ટ્રેન્ડ બહુ પૉપ્લુયર થયો છે જે ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખે છે. સ્કિન-ફ્લડિંગ એટલે બીજું કંઈ નહીં પણ ત્વચાને લાંબા સમય સુધી ફ્રેશ અને હાઇડ્રેટ રાખે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ ટ્રેન્ડ માત્ર દેખાદેખી નથી પણ ત્વચાની સંભાળ રાખવાની આ અસરકારક રીત છે.
શું છે સ્કિન-ફ્લડિંગ?
ત્વચા પર હાઇડ્રેટિંગ પ્રોડક્ટ્સને લેયરિંગ કરવાની પદ્ધતિને સ્કિન-ફ્લડિંગ કહેવાય છે. આ પ્રોસેસમાં હલકા ટેક્સ્ચરવાળી પ્રોડક્ટથી શરૂઆત કરીને થિક મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ થાય છે, જેથી ત્વચાનો ભેજ અંદર સુધી જાય અને લૉક થઈ જાય.
કેવી રીતે અપનાવશો?
 સૌથી પહેલાં જેન્ટલ ક્લીન્ઝરથી ચહેરો સાફ કરો. યાદ રાખો કે ચહેરો ધોયા પછી એને કોરો નથી કરવાનો પણ સહેજ ભીનો જ રાખવાનો છે.
 ભીની ત્વચા પર આલ્કોહૉલ-ફ્રી ટોનર કે મિસ્ટનું સ્પ્રે કરો.
 હાઇલ્યુરોનિક ઍસિડ ધરાવતું સિરમ લગાવો. હાઇલ્યુરોનિક ઍસિડ એના વજન કરતાં ૧૦૦૦ ગણું પાણી પકડી રાખવાની ક્ષમતા ધરાવે છે જે ત્વચાને પ્લમ્પી બનાવે છે.
એક સારા મૉઇશ્ચરાઇઝરથી આ બધું જ હાઇડ્રેશન લૉક કરી દો.
ઉનાળામાં કેમ જરૂરી?
ગરમી અને પરસેવાને કારણે ત્વચા જલદી ડીહાઇડ્રેટ થઈ જાય છે. ઘણી વાર આપણને લાગે છે કે સ્કિન ઑઇલી છે, પણ હકીકતમાં અંદરથી કોરી હોય છે. સ્કિન-ફ્લડિંગ ત્વચાના બૅરિયરને મજબૂત બનાવે છે અને ત્વચાને ડ્રાય થતી અટકાવે છે. જો તમારી ત્વચા સેન્સિટિવ કે ડ્રાય હોય તો સ્કિન-ફ્લડિંગની ટેક્નિક તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
સાવચેતી પણ જરૂરી
 ભલે આ ટ્રેન્ડ વાઇરલ હોય, પણ દરેક ત્વચા અલગ હોય છે. જો પિમ્પલ્સ હોય તો બહુ ભારે ઑઇલબેઝ્ડ પ્રોડક્ટ્સ વાપરવાનું ટાળવું જોઈએ.
 કોઈ પણ નવું સિરમ કે ટોનર વાપરતાં પહેલાં પૅચ ટેસ્ટ જરૂર કરો.
 સ્કિન-ફ્લડિંગ રાત્રે કરવું વધુ હિતાવહ છે, પણ જો દિવસે કરો છો તો ઉપરથી સનસ્ક્રીન લગાવવું અનિવાર્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK