Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનોજ બાજપાઈના બર્થડે પર વિપુલ અમૃતલાલ શાહે ‘ગવર્નર’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું

મનોજ બાજપાઈના બર્થડે પર વિપુલ અમૃતલાલ શાહે ‘ગવર્નર’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું

Published : 23 April, 2026 12:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બે નેશનલ એવોર્ડ વિજેતાઓ સાથે આવ્યા! વિપુલ અમૃતલાલ શાહ અને મનોજ બાજપાઈની ‘ગવર્નર’નું પોસ્ટર આજે લોકોને જોવા મળ્યું. ‘ગવર્નર ધી સાયલેન્ટ સેવિયર’ નામની આ ફિલ્મે મનોજ બાજપાઈના જન્મદિવસના અવસરે પોતાના પહેલા પોસ્ટર સાથે જ લોકોમાં ઉત્સુકતા જગાવી દીધી છે.

પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે આ અભિનેતા અને દિગ્દર્શક -  પોસ્ટર સૌજન્ય પીઆર

પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે આ અભિનેતા અને દિગ્દર્શક - પોસ્ટર સૌજન્ય પીઆર


વિપુલ અમૃતલાલ શાહે હંમેશા અલગ પ્રકારની ફિલ્મો આપી છે અને હવે તેઓ એક વધુ રસપ્રદ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. તાજેતરના અપડેટ મુજબ તેમની આવનારી ફિલ્મના પોસ્ટર્સ જાહેર કરાયા છે, જેમાં ફિલ્મના નામ સાથે એક રહસ્યમય સસ્પેન્સ પણ જોવા મળે છે. ‘ગવર્નર ધી સાયલેન્ટ સેવિયર’ નામની આ ફિલ્મે મનોજ બાજપાઈના જન્મદિવસના અવસરે પોતાના પહેલા પોસ્ટર સાથે જ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી દીધી છે.

પોસ્ટરની ટેગલાઈન્સ રસપ્રદ



‘ગવર્નર ધી સાયલેન્ટ સેવિયર’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેનું નિર્દેશન ચિન્મય માંડલેકરે કર્યું છે. આ પોસ્ટરમાં મનોજ બાજપાઈની પીઠ દેખાય છે અને તેઓ હાથમાં એક સૂટકેસ લઈને કોરિડોરમાં ચાલતા નજરે પડે છે. સાથે જ ફિલ્મની ટેગલાઇન છે “જો હું નિષ્ફળ જઈશ તો ભારત નિષ્ફળ જશે” જે એક હાઈ વોલ્ટેજ લીગલ ઈકોનોમિકલ ડ્રામાનો તરફ સંકેત આપે છે.


બીજા પોસ્ટરમાં એક લીલી ખુરશી પર ફોકસ છે, જેમાં લખેલું છે “ભારત દેવાળિયો થવાના આરે છે” અને “આ ફક્ત ખુરશી નથી જવાબદારી છે.” આ દેશને કેન્દ્રમાં રાખીને રચાયેલી એક ગંભીર પણ રસપ્રદ વાર્તા તરફ ઈશારો કરે છે. આ ફિલ્મમાં વિપુલ અમૃતલાલ શાહ અને મનોજ બાજપાઈ પહેલી વાર સાથે કામ કરશે. જ્યારે બે નેશનલ એવોર્ડ વિજેતાઓ સાથે આવે ત્યારે એક અલગ જ સિનેમેટિક અનુભવ થશે, જે મોટા પડદા પર રિલીઝ માટે તૈયાર છે.


મનોજ બાજપાઈનો જન્મદિવસ

મનોજ બાજપાઈના જન્મદિવસે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થવાથી આ પ્રસંગ વધુ ખાસ બની ગયો છે. તેમની શાનદાર એક્ટિંગ, મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ અને પાત્રો પરની પકડ માટે જાણીતા મનોજ બાજપેયી આ ફિલ્મમાં પણ યાદગાર પરફોર્મન્સ આપવા તૈયાર છે. તેમણે પહેલાથી જ પોતાની પ્રતિભાથી ઇન્ડસ્ટ્રીમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ‘સનશાઇન પિક્ચર્સ’ના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ એક વધુ ઇન્ટેન્સ ડ્રામા હોવાનું વચન આપે છે.

આ ફિલ્મમાં વિપુલ અમૃતલાલ શાહ એક રસપ્રદ વાર્તા સિનેમાના પડદે રજૂ કરી રહ્યા છે. સાથે જ મનોજ બાજપાઈના જન્મદિવસે પોસ્ટર રિલીઝ કરવાનો આ નિર્ણય સાઉથ ઇન્ડસ્ટ્રીના તે ટ્રેન્ડની યાદ અપાવે છે જ્યાં કલાકારોના જન્મદિવસે ફિલ્મની ઝલક રજૂ કરવામાં આવે છે, જે ફેન્સ માટે આ દિવસને વધુ ખાસ બનાવે છે.

વિપુલ અમૃતલાલ શાહના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ગવર્નર ધી સાયલેન્ટ સેવિયર’ને સનશાઇન પિક્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે અને નિર્દેશન ચિન્મય માંડલેકરે કર્યું છે. આ ફિલ્મના કો પ્રોડ્યુસર આશિન એ શાહ છે. ફિલ્મની વાર્તા સુવેન્દુ ભટ્ટાચારજી, સૌરભ ભરત, રવિ અસ્રાની અને વિપુલ અમૃતલાલ શાહે મળીને લખી છે. જાવેદ અખ્તરના શબ્દો સાથે ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.

પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે આ અભિનેતા અને દિગ્દર્શક

મનોજ બાજપાઈ ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી અને માન્ય અભિનેતાઓમાંના એક છે. તેમની એક્ટિંગની ગહનતા અને મજબૂત સ્ક્રીન પ્રેઝન્સ માટે તેઓ જાણીતા છે. બે દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે સત્ય, ગેંગ્સ ઓફ વસેપુર, અલીગઢ અને ધ ફેમિલી મેન જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. નેશનલ એવોર્ડ વિજેતા મનોજ બાજપેયી હંમેશા અલગ અને પડકારજનક પાત્રો પસંદ કરે છે. થિયેટરથી લઈને મુખ્ય ધારા સુધીની તેમની સફર તેમની મહેનત અને સમર્પણ દર્શાવે છે. આજે પણ તેઓ દરેક પ્રોજેક્ટમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યા છે. વિપુલ અમૃતલાલ શાહ ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા ફિલ્મમેકર અને પ્રોડ્યુસર છે. તેઓ કોન્ટેન્ટ આધારિત અને પ્રભાવશાળી ફિલ્મો માટે જાણીતા છે. આંખે, વક્ત, નમસ્તે લંડન અને કમાન્ડો જેવી ફિલ્મો દ્વારા તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે. વિપુલ શાહ કોમર્શિયલ સિનેમા સાથે મજબૂત કહાણી રજૂ કરવામાં નિષ્ણાત છે. સનશાઇન પિક્ચર્સના સ્થાપક તરીકે તેમણે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. તેમની ફિલ્મોમાં મનોરંજન સાથે વિચારોનું સંતુલન જોવા મળે છે. નવા વિષયો અને મોટા સ્કેલ પર કામ કરવાની તેમની ક્ષમતા તેમને બોલિવૂડમાં એક વિશ્વસનીય અને દ્રષ્ટિવંત નિર્માતા બનાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK