Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમે કોઈના કામની કદર કરો છો ત્યારે તેની મહેનત અને તેના સમયનું સન્માન કરો છો

તમે કોઈના કામની કદર કરો છો ત્યારે તેની મહેનત અને તેના સમયનું સન્માન કરો છો

Published : 05 February, 2026 01:14 PM | Modified : 05 February, 2026 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે સોશ્યલ મીડિયા પર અજાણ્યા લોકોની પોસ્ટ તો લાઇક કરીએ છીએ, પણ આપણી આસપાસ રહેલા અંગત લોકોના અસ્તિત્વને લાઇક કરવાનું ભૂલી ગયા છીએ

કિન્નરી કોટેચા મુંબઈનાં જાણીતાં એજ્યુકેશનિસ્ટ છે અને સાથે મહારાષ્ટ્ર સ્તરે ઍકૅડેમિક ઑડિટ, ટ્રેઇનિંગ અને સ્કૂલ ઇમ્પ્રૂવમેન્ટ વિભાગ સાથે સંકળાયેલાં છે.

What’s On My Mind?

કિન્નરી કોટેચા મુંબઈનાં જાણીતાં એજ્યુકેશનિસ્ટ છે અને સાથે મહારાષ્ટ્ર સ્તરે ઍકૅડેમિક ઑડિટ, ટ્રેઇનિંગ અને સ્કૂલ ઇમ્પ્રૂવમેન્ટ વિભાગ સાથે સંકળાયેલાં છે.


આપણા જીવનમાં મળતી ચીજોથી આપણે થૅન્કફુલ અને ગ્રેટફુલ હોવું જોઈએ પણ એની પ્રૅક્ટિસ સામાજિક સ્તરે દેખાતી નથી. અપ્રિશિએશન બોલવામાં ભલે ભારેભરખમ શબ્દ હોય પણ એને સમજો તો એના જેવો હળવો કોઈ શબ્દ નથી. ઘરથી લઈને ઑફિસ સુધી એક વ્યક્તિ પોતાનાં કર્મ કરે છે પણ તે જે કાર્ય કરે છે એની પ્રશંસા મળતી નથી, તેનો કોઈ આભાર માનતું નથી. ઘરની વાત કરીએ તો એક સ્ત્રી આખો દિવસ તેના પરિવાર માટે કામ કરે જ છે, પણ પતિ અને બાળકોને લાગે છે કે એ તો તેનું કર્તવ્ય છે અને એ નિભાવવું જ જોઈએ. ફક્ત સ્ત્રી વિશે જ નહીં પણ પુરુષ વિશે પણ એવી ધારણા બંધાઈ છે કે તે તો ઘરનો મોભી છે એટલે ફાઇનૅન્સ તો એ જ સંભાળે. બધા પર એક રોલ નિભાવવાનું પ્રેશર હોય છે. ઑફિસમાં ડેડલાઇન સાથે કામ કરવાનું પ્રેશર હોય અને તમે કરી પણ આપો, પણ તમારી કદર ન થાય તો કામ કરવામાં મજા આવતી નથી. ઘણી વાર આવા જ કારણે એ વ્યક્તિને એવું લાગે છે કે હું નિઃસ્વાર્થ ભાવથી કામ કરું છું તો પણ મારી કદર કરવાવાળું કોઈ નથી. ખાસ કરીને આવું પતિ-પત્નીના સંબંધોમાં જોવા મળે છે. અપ્રિશિએશનનો મતલબ એ નથી કે ખોટી વાહવાહી કરવી. મમ્મીએ સારું જમવાનું બનાવ્યું તો એને વ્યક્ત કરો કે આજે તેં સરસ રસોઈ બનાવી છે. આનાથી તેમને ફીલ થશે કે મારું કામ નોટિસ થાય છે. અપ્રિશિએશન બધાં જ રિલેશનમાં હોવું જોઈએ. અત્યારે દરેક વયની વ્યક્તિમાં કોઈ ને કોઈ બાબતને લઈને જે ડિસસૅટિસ્ફૅક્શનની ભાવના છે એ ઘટશે, સંબંધો અને સમાજ બન્ને સુધરશે.

આપણે સોશ્યલ મીડિયા પર અજાણ્યા લોકોની પોસ્ટ તો લાઇક કરીએ છીએ, પણ આપણી આસપાસ રહેલા અંગત લોકોના અસ્તિત્વને લાઇક કરવાનું ભૂલી ગયા છીએ. અપ્રિશિએશન કોઈ દેખાડો નથી, એક ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે તમે કોઈના કામની કદર કરો છો ત્યારે તમે વાસ્તવમાં એ વ્યક્તિની મહેનત અને તેના સમયનું સન્માન કરો છો. નાનાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ માત્ર સ્વીકૃતિ અને પ્રેમની ઝંખના રાખતી હોય છે. જો આપણે થૅન્ક યુ અને તેં ખૂબ સરસ કર્યું જેવા સાદા શબ્દોને આપણા વ્યવહારમાં વણી લઈએ તો આ શબ્દો સંબંધોમાં થતા પ્રૉબ્લેમ્સને દૂર કરવાની તાકાત ધરાવે છે. અપ્રિશિએશનની પ્રૅક્ટિસ ઘરથી જ શરૂ કરવી જોઈએ, તો જ સમાજના સ્તરે મોટો ચેન્જ લાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK