Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી મોટી જીત મેળવીને રેકૉર્ડ છઠ્ઠું ટાઇટલ જીતી ભારતની યંગ બ્રિગેડ

અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી મોટી જીત મેળવીને રેકૉર્ડ છઠ્ઠું ટાઇટલ જીતી ભારતની યંગ બ્રિગેડ

Published : 07 February, 2026 08:12 AM | IST | Harare
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇનલ મૅચમાં વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ૧૭૫ રનની ઇનિંગ્સથી ભારતે ૪૧૧ રન કર્યા, ઇંગ્લૅન્ડે પણ ૩૧૧ રન કરીને જબરદસ્ત લડત આપી : પ્લેયર ઑફ ધ ફાઇનલ અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ વૈભવ સૂર્યવંશીએ ૮૦ બૉલમાં ૧૫ ફોર અને ૧૫ સિક્સ સાથે ૧૭૫ રન ફટકાર્યા

ગઈ કાલે ઇંગ્લૅન્ડને ફાઇનલમાં હરાવ્યા બાદ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરી રહેલી ભારતીય અન્ડર-19ની ટીમ

ગઈ કાલે ઇંગ્લૅન્ડને ફાઇનલમાં હરાવ્યા બાદ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરી રહેલી ભારતીય અન્ડર-19ની ટીમ


ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે ગઈ કાલે અન્ડર-19 વર્લ્ડ કપની ઐતિહાસિક ફાઇનલ મૅચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સૌથી મોટી ૧૦૦ રનની જીત મેળવી ભારતીય ટીમ છઠ્ઠી વખત ચૅમ્પિયન બની છે. ટીમ ઇન્ડિયાએ વૈભવ સૂર્યવંશીની શાનદાર ૧૭૫ રન અને કૅપ્ટન આયુષ મ્હાત્રેની ૫૩ રનની ઇનિંગ્સના આધારે ૯ વિકેટે ફાઇનલ મૅચનો હાઇએસ્ટ ૪૧૧ રનનો સ્કોર કર્યો હતો. ઇંગ્લૅન્ડ ૪૦.૨ ઓવરમાં ૩૧૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. આ સ્કોરે વર્લ્ડ કપની બીજી ઇનિંગ્સના હાઇએસ્ટ સ્કોરના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ ફાઇનલ મૅચને કારણે વન-ડે વર્લ્ડ કપમાં પહેલી વખત ૭૦૦+ રન જોવા મળ્યા હતા.

ટીમ ઇન્ડિયાની ધમાકેદાર બૅટિંગને કારણે ૩૪ ઓવરમાં જ ૩૦૦ રનનો સ્કોર પાર થઈ ગયો હતો. વૈભવ સૂર્યવંશીએ ઓપનિંગમાં ઊતરીને ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરી હતી. તેણે ૮૦ બૉલમાં ૧૫ ફોર અને ૧૫ સિક્સની મદદથી ૧૭૫ રન ફટકાર્યા હતા. મુંબઈકર આયુષ મ્હાત્રેએ ૫૧ બૉલમાં ૭ ફોર અને બે સિક્સની મદદથી ૫૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ૬ ફોર અને એક સિક્સની મદદથી અભિજ્ઞાન કુંડુએ પણ ૩૧ બૉલમાં ૪૦ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. અંગ્રેજ ટીમના ફાસ્ટ બોલર જેમ્સ મિન્ટોએ ૬૩ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.



ઓપનર બેન ડૉકિન્સની ફિફ્ટી અને કૅલબ ફૉકનરની સદીની મદદથી ઇંગ્લૅન્ડે જબરદસ્ત પડકાર આપ્યો હતો. ડૉકિન્સે ૫૬ બૉલમાં ૬૬ રન કર્યા હતા. પાંચમા ક્રમે રમીને ફૉકનરે ૬૭ બૉલમાં ૯ ફોર અને ૭ સિક્સ ફટકારીને ૧૧૫ રન કર્યા હતા. ફાસ્ટ બોલર આર. એસ. અંબરીશને ૩ વિકેટ અને દીપેશ દેવેન્દ્રને બે વિકેટ મળી હતી. સ્પિન બોલિંગ કરીને ખિલન પટેલને બે વિકેટ જ્યારે કનિષ્ક ચૌહાણ, કૅપ્ટન આયુષ મ્હાત્રેને ૧-૧ વિકેટ મળી હતી.


3

આટલી હાઇએસ્ટ વખત અન્ડર-19 વર્લ્ડ કપમાં  ૪૦૦+નો સ્કોર કરવાનો રેકૉર્ડ કર્યો ભારતે.


31

એક યુથ વન-ડે મૅચમાં હાઇએસ્ટ આટલી સિક્સ જોવા મળી. ભારતે ૧૯ અને ઇંગ્લૅન્ડે ૧૨ સિક્સ ફટકારી. 

400

આટલા પ્લસ રન અન્ડર-19 વર્લ્ડ કપ પ્લેઑફ મૅચમાં ફટકારનાર પહેલી ટીમ બની ભારત. 

722

આટલા હાઇએસ્ટ રનવાળી યુથ વન-ડે મૅચ બની ભારત-ઇંગ્લૅન્ડની આ વર્લ્ડ કપ ફાઇનલ મૅચ.

હવે ભારતના વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીના નામે થયો ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ

  • વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે અન્ડર-19 વર્લ્ડ કપ ઇતિહાસની બીજી ફાસ્ટેસ્ટ ૫૫ બૉલની સદી ફટકારી હતી.
  • વૈભવ સૂર્યવંશીએ ૭૧ બૉલમાં યુથ વન-ડેમાં ફાસ્ટેસ્ટ ૧૫૦ રન ફટકાર્યા.
  • ભારતના વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશીએ તમામ લેવલની ICC ટુર્નામેન્ટની ફાઇનલની સરખામણીમાં હાઇએસ્ટ ૧૭૫ રનની ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.
  • ૧૪ વર્ષનો વૈભવ પહેલાે એવો પ્લેયર બન્યો છે જેણે યુથ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્લેયર ઑફ મૅચની સાથે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ (૪૩૯ રન, ૧ વિકેટ)નો અવૉર્ડ જીત્યો હતો.
  • તેણે યુથ વન-ડેની ઇનિંગ્સમાં હાઇએસ્ટ ૧૫૦ રન બાઉન્ડરીથી કરવાનો રેકૉર્ડ કરી બતાવ્યો છે.
  • ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ યુથ વન-ડેની એક ઇનિંગ્સમાં
  • હાઇએસ્ટ ૧૫ સિક્સ ફટકારવાની સાથે સંયુક્ત રીતે હાઇએસ્ટ ૩૦ બાઉન્ડરી ફટકારી હતી.
  • યુથ વન-ડેમાં માત્ર પચીસ ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશીએ ૧૧૦ હાઇએસ્ટ સિક્સ પૂરી કરી છે.

વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ્સ

રન

૧૭૫

બૉલ

૮૦

ફોર

૧૫

સિક્સ

૧૫

સ્ટ્રાઇક રેટ

૨૧૮.૭૫

ટીમ ઇન્ડિયાને ૨૦૧૬થી હમણાં સુધી ટુર્નામેન્ટમાં માત્ર ૩ હાર મળી છે 

અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ૨૦૧૬થી ભારતીય ટીમનો રેકૉર્ડ ૯૨.૧ ટકા રહ્યો છે. વર્તમાન ટુર્નામેન્ટમાં અપરાજિત રહેનાર ટીમ ઇન્ડિયા ૨૦૧૬થી હમણાં સુધી આ વર્લ્ડ કપમાં ૩૮ મૅચમાંથી ૩૫ મૅચ જીતી છે. ફક્ત ૩ હાર અનુક્રમે ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૪ની ફાઇનલ મૅચમાં જ મળી હતી. 

ભારતના અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન્સ

૨૦૦૦

મોહમ્મદ કૈફ

૨૦૦૮

વિરાટ કોહલી

૨૦૧૨

ઉન્મુક્ત ચંદ

૨૦૧૮

પૃથ્વી શૉ

૨૦૨૨

યશ ધુલ

૨૦૨૬

આયુષ મ્હાત્રે

અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતાઓ

ભારત : (૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮, ૨૦૨૨, ૨૦૨૬)
આ‌ૅસ્ટ્રેલિયા : (૧૯૮૮, ૨૦૦૨, ૨૦૧૦, ૨૦૨૪)
પાકિસ્તાન : (૨૦૦૪, ૨૦૦૬)
ઇંગ્લૅન્ડ : (૧૯૯૮)
સાઉથ આફ્રિકા : (૨૦૧૪)
વેસ્ટ ઇન્ડીઝ : (૨૦૧૬)
બંગલાદેશ : (૨૦૨૦)

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 08:12 AM IST | Harare | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK