Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઠેચા કોરિયન ચીઝ બન અને બેક્ડ વડાપાંઉ ખાવાં છે?

ઠેચા કોરિયન ચીઝ બન અને બેક્ડ વડાપાંઉ ખાવાં છે?

Published : 27 June, 2026 09:54 PM | Modified : 27 June, 2026 10:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરમાં હાલમાં શરૂ થયેલી બેક્સ ઍન્ડ ક્રીમ્સ ડિઝર્ટ બેકરીમાં બ્રેડની સાથે કેક ઍન્ડ ડિઝર્ટમાં પણ અવનવું મળે છે

ઠેચા કોરિયન ચીઝ બન અને બેક્ડ વડાપાંઉ ખાવાં છે?

ઠેચા કોરિયન ચીઝ બન અને બેક્ડ વડાપાંઉ ખાવાં છે?


તમે પણ જો બેકરી પ્રોડક્ટ્સના ચાહક હો તો તમારે ઘાટકોપરમાં આવેલી આ બેકરીમાં આવવું પડશે. અહીં સારડો બ્રેડની વિવિધ વરાઇટીની સાથે ડિઝર્ટ પણ મળે છે. બ્રેડની વરાઇટીની અંદર ઇન્ડિયન ટેસ્ટ અને ફ્લેવરનો ટચ પણ આપવામાં આવ્યો છે એને લીધે આ બેકરી હટકે ઍટ્રૅક્શન ધરાવે છે.
બાળપણથી મમ્મીની બેકરી પ્રોડક્ટ્સ બનાવવા પ્રત્યેની રુચિ જોઈને અને તેમની પાસેથી એક્સપર્ટ ઍડ્વાઇઝ લઈને દીકરાએ ઘાટકોપરમાં એક બેકરી-કમ-કૅફે શરૂ કરી છે. એ માટે થઈને માહિર તલવાર પોતે સિડની જઈને બેકિંગનો કોર્સ કરી આવ્યો છે. આ વિશે જણાવતાં માહિર તલવાર કહે છે, ‘મારી મમ્મી મોનિકા તલવાર બેકિંગ એક્સપર્ટ છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે ઘરના રસોડાને જ બેકરી બનાવીને બેકરી પ્રોડક્ટ્સ બનાવતી આવી છે. એને હું આજે મારા ભાઈ સાથે મળીને બેકરી-કમ-કૅફે સુધી લઈ ગયો છું. બેકિંગમાં મને પણ રસ હોવાથી હું એમાં ઊંડું નૉલેજ લેવા સિડની ગયો અને ત્યાં શીખ્યો. ત્યાંથી પાછા ફર્યા બાદ મેં અહીં મમ્મીના માર્ગદર્શન હેઠળ મારા ભાઈ કબીર સાથે મળીને આ બેકરી શરૂ કરી. અહીં બધું ઇનહાઉસ જ રેડી થાય છે. આ એક આર્ટિઝનલ બેકરી છે જ્યાં આર્ટિઝન બ્રેડની વિસ્તૃત વરાઇટી મળે છે. જેમ કે કન્ટ્રી બ્રેડ, અૅલપીનો બ્રેડ વગેરે મળે છે. અહીં મિક્સ સીડ્સ સાથેની ઘઉંની પ્લેન બ્રેડ પણ મળે છે. આ સિવાય ગાર્લિક ટોસ્ટ, સૂપ્સ સ્ટિક વગેરે પણ મળે છે.’
અહીં બ્રેડની અંદર ઘણી વિવિધતા તમે માણી શકો છો. જેમ કે કોરિયન સ્ટાઇલ બન પાંઉની અંદર ઠેચા ચટણી અને ચીઝ ફિલ કરીને સર્વ કરવામાં આવતો ઠેચા કોરિયન ચીઝ બન, ફૉકાશિયા વગેરે. આ ઉપરાંત બેક્ડ વડાપાંઉ વિદેશી અને દેશી ડિશનું યુનિક કૉમ્બિનેશન છે. ઍવકાડો ટોસ્ટને ટોટલી હેલ્ધી વેમાં બનાવવામાં આવે છે. આ સિવાય મૅન્ગો માચા, કોકોનટ કૉફી, મૅન્ગો ચીઝ કેક, મૅન્ગો તિરામિસુ, ચૉકલેટ ક્રોસોં વગેરે મળે છે.
ક્યાં મળશે? : બેક્સ ઍન્ડ ક્રીમ્સ , રાજાવાડી રોડ-નંબર ૧, રાજાવાડી કૉલોની, ઘાટકોપર-ઈસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 10:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK