બોની કપૂરઅને તેની પહેલી પત્ની મોનાનાં સંતાનો અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે સ્વર્ગસ્થ મમ્મીને ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી
અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે સ્વર્ગસ્થ મમ્મીને ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી
બોની કપૂર અને તેની પહેલી પત્ની મોના કપૂરનાં સંતાનો અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરે ગઈ કાલે પોતાની સ્વર્ગસ્થ મમ્મીને તેની ૧૪મી પુણ્યતિથિ પર ભાવુક રીતે યાદ કરી. અંશુલાએ પોતાની પોસ્ટમાં દુઃખ અને મમ્મીની ધૂંધળી થઈ રહેલી યાદ વિશે લખ્યું કે ‘મને યાદ છે કે તેઓ મને ખૂબ પ્રેમ કરતાં હતાં, પરંતુ એ પ્રેમ કેવો લાગતો હતો એ ક્યારેક યાદ નથી રહેતું અને એ પણ એક અલગ પ્રકારનું નુકસાન છે. હું ડરું છું કે હું તેમને બીજી વાર ગુમાવી રહી છું. તસવીરો મારી મમ્મીનો ચહેરો તો બતાવે છે, પરંતુ તેમનો અવાજ, તેમના ગળે મળવાની ઉષ્મા અથવા તેમની સાથે હોવાની લાગણીને પાછી લાવી શકતી નથી. જો લાગણીઓને વારંવાર યાદ ન કરવામાં આવે તો એ પણ ધીમે-ધીમે ધૂંધળી થઈ જાય છે.’
અર્જુન કપૂરે પણ પોતાની મમ્મીને યાદ કરતાં સોશ્યલ મીડિયામાં લખ્યું, ‘૧૪ વર્ષ થઈ ગયાં છે અને અમે હજી પણ તમારા વગર ખોવાયેલાં છીએ મા.’
