હિન્દી ફીલ્મોના હી-મૅન ધર્મેન્દ્ર એક મોહક, હેન્ડસમ અભિનેતા છે. 89 વર્ષની ઉંમરે પણ તેમનો ઉત્સાહ એકદમ અનેરો જ જોવા મળે છે. હાલમાં, ધર્મેન્દ્રની તબિયત નાજુક છે, એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા.
ધર્મેન્દ્ર
બૉલિવૂડની ફિલ્મોના દિગ્ગજ અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રને થોડા દિવસ પહેલા તેમની તબિયત બગાડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ખરાબ હોવાથી તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની તબિયત હવે વધુ બગડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ધર્મેન્દ્રને આઈસીયુમાં છે અને તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. તેમના પરિવારના ઘણા સભ્યો પણ હૉસ્પિટલમાં છે. વધુમાં, તેમની બન્ને પુત્રીઓને અમેરિકાથી ભારત પાછા બોલાવવામાં આવી છે. જોકે તેમની ટીમે એવી માહિતી આપી છે હાલમાં તેમની તબિયતમાં ફરી સુધાર જોવા મળ્યો છે અને પણ તેઓ વૅન્ટિલેટર પર નથી.
હિન્દી ફીલ્મોના હી-મૅન ધર્મેન્દ્ર એક મોહક, હેન્ડસમ અભિનેતા છે. 89 વર્ષની ઉંમરે પણ તેમનો ઉત્સાહ અનેરો છે. હાલમાં, ધર્મેન્દ્રની તબિયતમાં હવે સુધાર આવ્યો છે, એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ વૅન્ટિલેટર પર છે, જોકે ટીમે આ વાતને નકારી કાઢી છે, પણ તેમના પરિવાર તરફથી હજી સુધી સત્તાવાર નિવેદન મળ્યું નથી. થોડા દિવસ પહેલા, હેમા માલિનીએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું હતું. તેમણે પાપારાઝીને હાથ જોડીને કહ્યું હતું કે તેઓ `ઠીક` છે. ધર્મેન્દ્રની આ વર્ષે એપ્રિલમાં આંખની સર્જરી થઈ હતી. એક આંખમાં ઓછી દ્રષ્ટિને કારણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાદમાં, તે નવા જોશ સાથે કૅમેરા સામે દેખાયો. હવે જ્યારે તે હૉસ્પિટલમાં વૅન્ટિલેટર પર છે, ત્યારે ચાહકો તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
છેલ્લા અનેક સમયથી ધર્મેન્દ્ર ખંડાલામાં પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે રહે છે
ધર્મેન્દ્રનું વ્યક્તિગત જીવન તેમની કરીઅર જેવું ફિલ્મી રહ્યું છે. તેઓ બૉલિવુડમાં હીરો બનવા પંજાબથી આવ્યા ત્યારે પ્રકાશ કૌર સાથે પરિણીત હતા. આ પછી તેમણે હેમા માલિનીના પ્રેમમાં પડીને તેની સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્રનાં આ બીજાં લગ્નને કારણે તેમના પરિવારમાં વિવાદ સર્જાયો હતો. ધર્મેન્દ્રનાં બીજાં લગ્ન પછી ગોઠવાયેલી વ્યવસ્થા પ્રમાણે હેમા માલિની તેના બંગલામાં અલગ રહે છે, જ્યારે ધર્મેન્દ્ર તેમની પહેલી પત્ની અને ચાર બાળકો સાથે બીજા ઘરમાં રહેતા હતા. હવે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના દીકરા બૉબી દેઓલે ખુલાસો કર્યો છે કે હાલમાં તેનાં માતા-પિતા ધર્મેન્દ્રના ખંડાલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં સાથે રહે છે.
એક ઇન્ટરવ્યુમાં બૉબીએ સ્વીકાર્યું છે કે વધતી વયને કારણે તેના પિતા વધારે ઇમોશનલ થઈ ગયા છે. પોતાના પિતા વિશે વાત કરતાં બૉબીએ કહ્યું છે કે ‘મારાં મમ્મી અને પપ્પા બન્ને હાલમાં ખંડાલાના ફાર્મ પર સાથે છે. તેમને ફાર્મહાઉસ પર રહેવું ખૂબ જ પસંદ છે. તેઓ હવે વૃદ્ધ પણ થઈ ગયાં છે અને ફાર્મહાઉસ પર રહેવાનું તેમને શાંતિપૂર્ણ લાગે છે. પપ્પાએ જાણે ત્યાં સ્વર્ગ ઊભું કરી દીધું છે. જોકે તેઓ ખૂબ જ ઇમોશનલ છે. તેઓ તેમની લાગણીઓને બધા સાથે શૅર કરે છે અને ક્યારેક તેઓ સોશ્યલ મીડિયા પર હદથી વધુ કહી દે છે. અમે તેમની મુલાકાત લઈએ છીએ, પરંતુ ક્યારેક અમે વ્યસ્ત હોઈએ છીએ અને તેઓ ભાવુક બની જાય છે. તેમને ખબર પણ નથી કે તેમણે લખેલી પોસ્ટ કેટલા લોકો વાંચી શકે છે.’


