Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > "નોરા ફતેહી ડાન્સનો પાવરરહાઉસ છે", ‘બુખાર’ કૉલેબોરેશન વિશે અરૂબ ખાને કહ્યું આ!

"નોરા ફતેહી ડાન્સનો પાવરરહાઉસ છે", ‘બુખાર’ કૉલેબોરેશન વિશે અરૂબ ખાને કહ્યું આ!

Published : 13 February, 2025 06:16 PM | Modified : 16 February, 2025 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nora Fatehi in Bukhar: નોરા ફતેહીએ `બુખાર` ગીત પર અરૂબ ખાન સાથે ડાન્સ કર્યો. તેના ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ અને જબરજસ્ત એનર્જીએ માત્ર થોડા જ દિવસોમાં મ્યુઝિક વીડિયોને લાખો વ્યૂઝ મળતા ગીતને ટ્રેન્ડિંગ સેન્સેશન બનાવી દીધું.

નોરા ફતેહી અને  અરૂબ ખાને કર્યું

નોરા ફતેહી અને અરૂબ ખાને કર્યું "બુખાર" ગીતમાં કૉલેબ


કી હાઇલાઇટ્સ

  1. નોરા ફતેહીનો ગ્રૂવી ડાન્સ ‘બુખાર’ને ટ્રેન્ડિંગ સેન્સેશન બનાવે છે!
  2. અરૂબ ખાન અને નોરા ફતેહીનો એન્થેમ ‘બુખાર’ મ્યુઝિક ચાર્ટ્સમાં ટૉપ પર!
  3. નોરાના ઇલેક્ટ્રિફાઈંગ મૂવ્સ અને ફાયર બીટ્સ સાથે ‘બુખાર’ છે પરફેક્ટ પાર્ટી ટ્રૅક!

નામને ન્યાય આપતા, અરૂબ ખાનનું નવું ટ્રૅક "બુખાર" સંગીત જગતમાં ધૂમ મચાવી રહ્યું છે અને ટૉપ ટ્રેન્ડ્સમાં સ્થાન મેળવી રહ્યું છે. આ ગીતના એન્ટરટેઇનિંગ બીટ્સ અને ધમાકેદાર એનર્જીએ ફેન્સ અને ઈન્ફ્લુએન્સર્સને એટલા ઉત્સુક કરી દીધા છે કે તેઓ સોશિયલ મીડિયા પર સતત રીલ્સ અને ડાન્સ કવર્સ બનાવી રહ્યા છે! માત્ર થોડા જ દિવસોમાં, ‘બુખાર’ના મ્યુઝિક વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે, જે દર્શાવે છે કે આ ટ્રૅક કેટલું લોકપ્રિય બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રૅક માત્ર યુવા દર્શકો નહીં, પણ વિવિધ ઉંમરના સંગીતપ્રેમીઓમાં પણ લોકપ્રિય બની રહ્યું છે.


આને વધુ ટ્રેન્ડી બનાવતાં, બૉલિવૂડની અલ્ટીમેટ ડાન્સ ક્વીન નોરા ફતેહી પણ ‘બુખાર’ના માહોલમાં જોડાઈ છે! એક સરપ્રાઇઝ કૉલેબરેશનમાં, નોરાએ અરૂબ ખાન સાથે એક શાનદાર અને જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું, જેને જોઈ ફેન્સ દંગ રહી ગયા અને કમેંટ સેક્શનમાં વખાણની વરસાદ શરૂ થઈ ગઈ! ફેન્સે નોરાની સ્ટાઇલ અને એનર્જી માટે જબરજસ્ત વખાણ કર્યા છે, અને ઘણા લોકો આ વીડિયોને વારંવાર જોવાનો આનંદ લઈ રહ્યાં છે.



નોરાની ઇલેક્ટ્રિફાઈંગ મૂવ્સ, અદ્ભૂત પ્રેઝેન્સ અને સ્ટાઇલિશ એક્સપ્રેશન્સે આ ગીતને ટ્રેન્ડિંગ બનાવી દીધું છે. આ મ્યુઝિક વીડિયો રિલીઝ થયા પછી, ‘બુખાર’ તમામ પ્લેટફૉર્મ પર સેન્સેશન બની ગયું છે અને ટૉપ ચાર્ટસમાં સામેલ થયું છે. મેટા, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આ ગીત ટૉપ ટ્રેન્ડિંગ ગીતોમાં સામેલ છે.


નોરા સાથેના આ કૉલેબરેશન અને ‘બુખાર’ની જબરજસ્ત સફળતા વિશે વાત કરતાં, અરૂબ ખાન અત્યંત ઉત્સાહિત થઈ કહે છે, "‘બુખાર’નું આટલું મોટું સેન્સેશન બનવું મારા માટે સપનાની જેમ છે! ફૅન્સ તરફથી મળતો પ્રેમભર્યો પ્રતિસાદ, જબરજસ્ત છે, અને આ સફરમાં નોરા મારી સાથે જોડાય તે મારા માટે બહુ ખાસ છે. તે ડાન્સની એક પાવરહાઉસ છે, અને આ ગીત પર તેના સાથે પરફોર્મ કરવું એક અવિસ્મરણીય અનુભવ હતો! મને વિશ્વાસ છે કે આ ગીત લોકોની પ્લેલિસ્ટમાં લાંબા સમય સુધી રહેશે, અને દર્શકો ‘બુખાર’ પર ઝૂમતા રહેશે અને તેને સીઝનનું સૌથી મોટું પાર્ટી એન્થમ બનાવશે!"

હાઈ-એનર્જી બીટ્સ, ફાયર કૉરિયોગ્રાફી, અને નોરા ફતેહીનું અદ્ભૂત પરફોર્મન્સ, ‘બુખાર’ને ડાન્સ હિટની નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે. જેમ જેમ આ ગીતનો જાદુ ફેલાઈ રહ્યો છે, તે એક સ્પષ્ટ સંકેત છે કે ‘બુખાર’ આ સીઝનનું સૌથી મોટું મ્યુઝિકલ સેન્સેશન બનવા માટે તૈયાર છે! સંગીતપ્રેમીઓ માટે આ એક પર્ફેક્ટ પાર્ટી ટ્રૅક બની ગયું છે, જે શૉ સ્ટૉપર મોમેન્ટ માટે તૈયાર છે!


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK