Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક બચ્ચન પહેલી વાર મરાઠી ફિલ્મોમાં

અભિષેક બચ્ચન પહેલી વાર મરાઠી ફિલ્મોમાં

Published : 03 April, 2026 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિતેશ દેશમુખની રાજા શિવાજીમાં જોવા મળશે સંભાજી મહારાજના રોલમાં

‘રાજા શિવાજી’નું ફર્સ્ટ-લુક ટીઝર ૩૧ માર્ચે રિલીઝ થયું હતું

‘રાજા શિવાજી’નું ફર્સ્ટ-લુક ટીઝર ૩૧ માર્ચે રિલીઝ થયું હતું


અભિષેક બચ્ચન હવે પોતાની કરીઅરમાં એક નવી શરૂઆત કરી રહ્યો છે. તે પહેલી વખત મરાઠી ફિલ્મમાં જોવા મળશે અને આ ફિલ્મ છે રિતેશ દેશમુખનો ડ્રીમ પ્રોજેક્ટ ‘રાજા શિવાજી’. આ ફિલ્મમાં તે છત્રપતિ શિવાજી મહારાજના મોટા ભાઈ એવા શક્તિશાળી યોદ્ધા સંભાજી શહાજી રાજે ભોસલેની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ ફિલ્મમાં કામ કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં અભિષેકે જણાવ્યું હતું કે ‘રિતેશ ઘણાં વર્ષોથી શિવાજી મહારાજના જીવન પર ફિલ્મ બનાવવા માગતો હતો. અમારી મિત્રતા લગભગ ૨૫ વર્ષ જૂની છે. એક વખત હું રિતેશના ઘરે ગયો હતો ત્યારે રિતેશે મને જણાવ્યું કે એક દિવસ તે ડિરેક્ટર બનીને શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવશે. આ સપનું હવે ‘રાજા શિવાજી’ દ્વારા સાકાર થઈ રહ્યું છે.’



‘રાજા શિવાજી’નું ફર્સ્ટ-લુક ટીઝર ૩૧ માર્ચે રિલીઝ થયું હતું અને ફિલ્મ પહેલી મેએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેક અને રિતેશ ઉપરાંત સંજય દત્ત, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, બમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન, જિતેન્દ્ર જોશી, અમોલ ગુપ્તે અને જેનિલિયા દેશમુખ જેવા અનેક કલાકારો જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK