Actor Dharmendra Summons: ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલા આરોપોને ધ્યાનમાં લેતા પુરાવાના આધારે કોર્ટે અભિનેતા અને અન્ય બે લોકોને સમન્સ મોકલ્યા છે.
અભિનેતા ધર્મેન્દ્રની ફાઇલ તસવીર
જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર મુશ્કેલીમાં મુકાયા (Actor Dharmendra Summons) છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ‘ગરમ ધરમ ઢાબા’ સાથે સંબંધિત છેતરપિંડી મામલે ધર્મેન્દ્ર અને અન્ય બે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે.
શું આરોપ મૂકવામાં આવ્યા છે?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે એક્ટર ધર્મેન્દ્ર અને જે અન્ય લોકોને નોટિસ પાઠવવામા (Actor Dharmendra Summons) આવી છે તે કેસ ‘ગરમ ધરમ ઢાબા’ ફ્રેન્ચાઈઝી સાથે સંલગ્ન છે. બિઝનેસમેન સુશીલ કુમાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે આ નોટિસ મોકલવામાં આવી છે. આમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેને આ ફ્રેંચાયઝીમાં ઇન્વેસ્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી. એટલું જ નહીં જમીન ખરીદવા માટે તેની પાસેથી વધુ 63 લાખ રૂપિયાની માંગણી સુદ્ધાં કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ લોકોએ તેની સાથે છેતરપિંડી કરી અને મોટું નુકસાન ઉઠાવ્યું હતું. આ કેસ પણ આગામી ફેબ્રુઆરી, ૨૦૨૫માં સુનાવણી કરવામાં આવશે.
આખા મામલાને સમજવાની કોશિશ કરીએ. ફરિયાદી સુશીલ કુમાર દ્વારા જણાવ્યા અનુસાર આરોપીઓએ એપ્રિલ 2018ના મહિનામાં તેનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ લોકોએ સુશીલ કુમારને ઉત્તર પ્રદેશના NH-24/NH-9 વિસ્તારમાં ‘ગરમ ધરમ ઢાબા’ની ફ્રેન્ચાઇઝી ખોલવાની ઓફર આપી હતી.
Actor Dharmendra Summons: જ્યારે આરોપીઓએ ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યારે તે લોકોએ એવું કહ્યું હતું કે કનોટ પ્લેસ, દિલ્હી અને મુરથલ, હરિયાણામાં ગરમ ધરમ ઢાબાની જે શાખાઓ આવેલી છે તે આશરે રૂ. 70થી 80 લાખનું માસિક ટર્નઓવર પેદા કરે છે. આવું કહીને ફરિયાદી પાસેથી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાની લાલવ આપવામાં આવી હતી.
ફરિયાદીને લોભામણી લાલચ આપવામાં આવી હતી
આરોપીઓએ ફરિયાદીને લોભામણી લાલચ આપી હતી. તેઓએ કહ્યું હતું કે જો તે રોકાણ કરશે તો તેના પર તેને સાત ટકા પ્રોફિટ મળશે. આ રીતે રૂ. 41 લાખનું રોકાણ કરવાની લાલચ પણ આપવામાં આવી હતી. આ રીતે ફરિયાદીને ઉત્તર પ્રદેશમાં ફ્રેન્ચાઇઝી સ્થાપવા માટે સંપૂર્ણ મદદ પણ કરવાની લાલચ આપવામાં આવી હતી.
કોર્ટે સમન્સ જારી કર્યા છે- સજા પણ થઈ શકે છે?
Actor Dharmendra Summons: હવે ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલા આરોપોને ધ્યાનમાં લેતા પુરાવાના આધારે કોર્ટે અભિનેતા અને અન્ય બે લોકોને કલમ 34 આઈપીસીની સાથે કલમ 420, 120બી હેઠળ સમન્સ જારી કર્યા છે. આરોપી વ્યક્તિઓ નંબર 2 અને 3 ને આઈપીસીની કલમ 506 હેઠળ ફોજદારી ધમકીના ગુના માટે પણ સજા થઈ શકે છે.
ફરિયાદીને રૂ. 63 લાખ ઉપરાંત ટેક્સની રકમમાં ઇન્વેસ્ટ કરવા જણાવાયું હતું. જમીનની વ્યવસ્થા કરીને બિઝનેસ ફ્રેન્ચાઇઝી સ્થાપવા માટે સૌ પ્રથમ તો 63 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવાયું હતું. ત્યારબાદ બીજી વાર રૂ. 17.70 લાખની રકમનો ચેક ફરિયાદીએ આ લોકોને આપ્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદીનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો. પરંતુ તેણે જણાવ્યું હતું કે હવે તેને કોઈ ફ્રેન્ચાઈઝી જોઈતી નથી, પરંતુ તેણે પોતાના ઇન્વેસ્ટ કરેલા પૈસા રિટર્ન કરવાની માંગ કરી હતી. આમાં કોઈ કોગ્નિઝેબલ ગુનો નોંધાયો નથી, તેથી આ મામલે કોઈ પોલીસ કાર્યવાહીની જરૂર નથી, એમ પોલીસે જણાવ્યું હતું.