ધુરંધર : ધ રિવેન્જની સફળતા પછી આદિત્ય ધર આ બે મોટા પ્રોજેક્ટ હાથમાં લેવાનો હોવાના રિપોર્ટ
અલ્લુ અર્જુન આદિત્ય ધર અને વિકી કૌશલ
આદિત્ય ધરની ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં આદિત્ય ફિલ્મની સફળતાની ઉજવણી તો કરી રહ્યો છે, પણ સાથે તેણે પોતાના આગામી પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી દીધું છે. રિપોર્ટ પ્રમાણે આદિત્ય હવે મોટા સ્કેલના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં અલ્લુ અર્જુન સાથેની એક પૅન-વર્લ્ડ ઍક્શન ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મની શરૂઆત અલ્લુ અર્જુન તેમના હાલના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા બાદ કરશે. આ સિવાય આદિત્ય પૌરાણિક ફિલ્મ ‘ધ ઇમૉર્ટલ અશ્વત્થામા’ના પ્રી-પ્રોડક્શન પર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને આદિત્ય ધર એમાં લેખક અને ડિરેક્ટર તરીકે જોડાયેલો છે.
