Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈયારા પછી ફરી અહાન પાંડે અને મોહિત સૂરિ સાથે કામ કરશે

સૈયારા પછી ફરી અહાન પાંડે અને મોહિત સૂરિ સાથે કામ કરશે

Published : 15 April, 2026 10:16 AM | Modified : 15 April, 2026 10:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે

અહાન પાંડે અને મોહિત સૂરિ

અહાન પાંડે અને મોહિત સૂરિ


અહાન પાંડેએ ગયા વર્ષે મોહિત સૂરિની ફિલ્મ ‘સૈયારા’ દ્વારા સફળ ડેબ્યુ કર્યું હતું જેને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી. હાલમાં અહાન ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ગૅન્ગસ્ટર-રોમૅન્ટિક ડ્રામામાં કામ કરી રહ્યો છે. આ સંજોગોમાં રિપોર્ટ છે કે અહાન ફરી એક વાર મોહિત સૂરિ સાથે કામ કરવા જઈ રહ્યો છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ હશે.

મળતી માહિતી પ્રમાણે મોહિત સૂરિ પાસે પહેલાં એક એવી વાર્તા હતી જેમાં મોટી ઉંમરનો પુરુષ અને નાની ઉંમરની યુવતીની સ્ટોરી હતી અને એમાં રણબીર કપૂરને કાસ્ટ કરવાની યોજના હતી. જોકે પરિસ્થિતિ બદલાતાં આદિત્ય ચોપડાએ સલાહ આપી કે આ ફિલ્મ અહાન પાંડે સાથે બનાવવી જોઈએ. હવે આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK