ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહની અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી આગામી સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું બ્રિટનમાં શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
અક્ષય કુમાર
ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહની અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી આગામી સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું બ્રિટનમાં શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે ફિલ્મની ટીમ મુંબઈમાં ૨૦ દિવસના અંતિમ શેડ્યુલનું શૂટિંગ કરશે. ફિલ્મની ટીમ ઑગસ્ટના અંતથી બ્રિટનમાં શૂટિંગ કરી રહી હતી. આ દરમ્યાન ફિલ્મનું લગભગ ૮૦ ટકા શૂટિંગ પૂર્ણ થયું હોવાનો રિપોર્ટ છે અને મુંબઈમાં થનારા શેડ્યુલમાં ફિલ્મના બાકીના ભાગોનું શૂટિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પર બે વર્ષથી વધુ સમયથી કામ ચાલી રહ્યું છે. ‘સમુક’ને આવતા વર્ષે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના છે.
અક્ષય કુમારની આ ફિલ્મમાં વિનીત કુમાર સિંહ, રજત કપૂર, સ્વાનંદ કિરકિરે અને સુશાંત સિંહ પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનાં પાત્રો અને વાર્તા વિશે નિર્માતાઓએ હજુ સુધી વધુ માહિતી જાહેર કરી નથી. ‘સમુક’ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો અને ટેક્નિકલ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી છે. ઑસ્કર માટે નામાંકિત ક્રીચર ઇફેક્ટ્સ ડિઝાઇનરે ફિલ્મના મુખ્ય એલિયન પાત્રની ડિઝાઇન તૈયાર કરી છે અને ફિલ્મમાં ક્રીચર ઇફેક્ટ્સની સાથે મોટા પાયે ઍક્શન સીક્વન્સ પણ જોવા મળશે.
