આલિયા ભટ્ટ રણબીર સાથેની ‘બ્રહ્માસ્ત્ર’માં પણ દેખાવાની છે

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમનાં બેબીમુનને એન્જૉય કરી રહી છે. હસબન્ડ સાથે તે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહી છે. બન્નેના લગ્ન બાદ જૂનમાં ગુડ ન્યુઝ આપ્યા હતાં. હવે તે રણબીર સાથેની ‘બ્રહ્માસ્ત્ર’માં પણ દેખાવાની છે. આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ બિઝી કપલે હવે એકબીજા સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે. એથી તેઓ બેબીમુન પર ગયા છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘આ સનશાઇન માટે આભારી છું. મને આપેલા પ્રેમ માટે થૅન્ક યુ.’ આ ફોટો પર કમેન્ટ કરતાં સોનમ કપૂર આહુજાએ લખ્યું હતું, ‘હું પણ મારા બેબીમુન માટે ગઈ હતી. એ ખરેખર બેસ્ટ છે. મજા કર.’