આ તસવીરમાં તેના પરિવારની ચાર પેઢીઓ એકસાથે જોવા મળે છે.
સોની રાઝદાને સોશ્યલ મીડિયામાં એક ખાસ તસવીર શૅર કરી છે
આલિયા ભટ્ટની ‘આલ્ફા’ આજે થિયેટરમાં રિલીઝ થઈ છે ત્યારે ગઈ કાલે ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલાં જ આલિયાની મમ્મી અને ઍક્ટ્રેસ સોની રાઝદાને સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે.
સોની રાઝદાને સોશ્યલ મીડિયામાં એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેના પરિવારની ચાર પેઢીઓ એકસાથે જોવા મળે છે. તસવીરમાં આલિયા ભટ્ટની ૯૭ વર્ષીય નાની, સોની રાઝદાન, આલિયા ભટ્ટ અને આલિયાની દીકરી રાહા કપૂર જોવા મળે છે.
ADVERTISEMENT
સોની રાઝદાને પોતાની ૯૭ વર્ષીય મમ્મીને સાચી ‘આલ્ફા વુમન’ ગણાવી હતી. પોતાની મમ્મીના બાળપણના સંઘર્ષને યાદ કરતાં સોનીએ લખ્યું હતું કે ‘મારી મમ્મી જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારે તેને નાઝી જર્મની છોડવાની ફરજ પડી હતી. અમે યહૂદી નહોતા, પણ જર્મન હતા. જોકે મારા દાદાજી હિટલરના ખુલ્લેઆમ વિરોધમાં ઊભા રહ્યા હતા તેથી અમારા આખા પરિવારને દેશ છોડવો પડ્યો હતો. મારો પરિવાર ચેકોસ્લોવાકિયા થઈને ટ્રેન મારફત કોઈક રીતે બ્રિટન પહોંચ્યો હતો. ત્યાં મારી મમ્મીની મુલાકાત એન. એન. રાઝદાન સાથે થઈ હતી. બન્ને લગ્ન કર્યા પછી ભારત આવ્યાં અને અહીં પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. દરેક પરિવારમાં આવી બહાદુર અને મજબૂત મહિલાઓ હોય છે જે સાચા અર્થમાં ‘આલ્ફા વુમન’ હોય છે. આપણી મમ્મી, દાદી અને નાની જ ખરેખર પરિવારની સૌથી મજબૂત મહિલાઓ છે.’
દરિયાદિલ રાશા થડાણી

રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ ‘આઝાદ’થી પોતાની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી નહોતી. હાલમાં રાશાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે વરસાદી માહોલ દરમ્યાન એક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. આ સમયે અચાનક એક વૃદ્ધ મહિલાએ તેની પાસે મદદ માગી હતી જેના પછી રાશા પોતાના પર્સમાંથી ૫૦૦ રૂપિયાની નોટ કાઢીને તે મહિલાને આપે છે. આ મદદ મળ્યા બાદ વૃદ્ધ મહિલા રાશાને દિલથી આશીર્વાદ આપે છે. વિડિયોમાં રાશાની દરિયાદિલી જોઈને ફૅન્સ તેનાં વખાણ કરી રહ્યા છે.
