સાઉથના સુપરસ્ટારે આ ફિલ્મને ભારતીય સંસ્કૃતિની પ્રતિનિધિ ગણાવીને એને સપોર્ટ કર્યો.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ‘રામાયણ’ની રિલીઝ પહેલાં લોકોને આ ફિલ્મ જોવા અપીલ કરી છે.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ‘રામાયણ’ની રિલીઝ પહેલાં લોકોને આ ફિલ્મ જોવા અપીલ કરી છે. અલ્લુ અર્જુને કહ્યું છે કે આ માત્ર એક ફિલ્મ નથી, એ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.
અલ્લુ અર્જુને સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘રામાયણની સમગ્ર ટીમને મારા તરફથી શુભેચ્છાઓ. આ માત્ર એક ફિલ્મ નથી, આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ છે અને ભારતીય સિનેમાને એક અલગ જ ઊંચાઈ પર લઈ જવાનો પ્રયાસ છે. હું સંપૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મક ભાવનાઓ સાથે આ દિવ્ય પ્રયાસ માટે સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આવો, આપણે સૌ સાથે મળીને એવા ઉમદા પ્રયાસને સાથ આપીએ જે આપણી કથાઓ, આપણી સંસ્કૃતિ અને આપણા ગૌરવને સાચવી રાખે છે.’
