Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા ફ્રેન્ડ્સ ઘરે આવતા એ અમિતાભ બચ્ચનને ગમતું નહીં : જયા બચ્ચન

મારા ફ્રેન્ડ્સ ઘરે આવતા એ અમિતાભ બચ્ચનને ગમતું નહીં : જયા બચ્ચન

03 October, 2022 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત તેમણે શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટમાં કહી હતી

જયા બચ્ચન

જયા બચ્ચન


જયા બચ્ચનને જણાવ્યું કે જ્યારે તેમના ફ્રેન્ડ્સ ઘરે આવતા તો અમિતાભ બચ્ચનને એ ગમતું નહીં. આ વાત તેમણે શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટમાં કહી હતી. એ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે તેમની સહેલીઓ તેમના ઘરે આવતી હતી. એ ગ્રુપનું નામ ‘સાત સહેલી’ રાખવામાં આવ્યું હતું. જયા બચ્ચને કહ્યું કે જ્યારે તેમની સહેલીઓ ઘરે આવતી તો અભિષેક બચ્ચન, શ્વેતા, નવ્યા અને અગસ્ત્ય નંદા ખુશ થતાં હતાં. એ વખતે અમિતાભ બચ્ચનનું વર્તન કેવું રહેતું એ વિશે જયા બચ્ચને કહ્યું કે ‘તારા નાના ચિડાઈ જતા. તેઓ એમ કહેતા કે ‘એક્સક્યુઝ મી, જો તમને વાંધો ન હોય તો મારે ઉપર જવું છે.’ જોકે મારી સહેલીઓ પણ ખૂબ ખુશ થતી જો તેઓ હાજર ન હોય તો. તેઓ તેમને ઘણા સમયથી ઓળખતી હતી. હવે તો તેઓ ઘણા બદલાઈ ગયા છે. તેમની ઉંમર પણ થઈ ગઈ છે. તમારી ઉંમર વધતી જાય છે, પરંતુ તમે દિલથી વૃદ્ધ ન થઈ શકો.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK