અમિતાભ બચ્ચને રવિવારે પોતાની ૮૪મી વર્ષગાંઠ ઉજવી હતી.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમિતાભ બચ્ચને રવિવારે પોતાની ૮૪મી વર્ષગાંઠ ઉજવી હતી. આ પ્રસંગે જુહુ વિસ્તારમાં આવેલા અમિતાભના નિવાસસ્થાન ‘જલસા’ની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ હતી. બધા જ અભિનેતાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. જન્મદિવસે અમિતાભે પોતાના ચાહકોને નિરાશ કર્યા નહોતા. તેઓ ઘરની બહાર આવ્યા હતા અને ચાહકોને મળ્યા હતા. જોકે આ પ્રસંગનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચાસ્પદ બન્યો છે જેના કારણે અમિતાભ ટ્રોલ થઈ રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં અમિતાભ હાથ જોડીને ચાહકોનું અભિવાદન કરે છે. આ દરમ્યાન એક બાળક તેમને મળવા માટે આગળ વધે છે, પણ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ તેને રોકી લે છે. ત્યાર બાદ એક યુવતી અમિતાભ સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પણ અમિતાભ તેને નિરાશ કરી દે છે અને તેની સાથે હાથ મિલાવતા નથી. પોતાના જન્મદિવસે ફૅન સાથે આવું વર્તન કરવા બદલ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો અમિતાભને ટ્રોલ કરી રહ્યા છે.
