Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

કામ જ મારી ભાષા છે

Published : 27 May, 2026 11:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ બચ્ચને સેટ પરની તસવીર શૅર કરીને ખરાબ તબિયતની ચર્ચાને રદિયો આપ્યો

સેટ પરની અમિતાભ બચ્ચનની તસવીર

સેટ પરની અમિતાભ બચ્ચનની તસવીર


અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દિવસોથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં હતા. ૨૦ મેની રાત્રે એવી ખબર આવી હતી કે તેમને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની તબિયત ખરાબ છે, પરંતુ એ સમયે અમિતાભ પોતાના રૂટીન ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા. હવે અમિતાભે સોશ્યલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી પોતાની એક તસવીર પોસ્ટ કરી છે અને તેઓ સ્વસ્થ છે એવી આડકતરી જાહેરાત કરી દીધી છે.

અમિતાભે પોતાના લેટેસ્ટ બ્લૉગમાં ફિલ્મના સેટ પરની પોતાની એક તસવીર શૅર કરી છે, જેમાં તેઓ એક દરવાજામાંથી અંદર આવતા જોવા મળી રહ્યા છે. આ સમયે તેમણે બ્લૅક બંધગલા જૅકેટ પહેર્યું છે અને તેમનો લુક ખૂબ ગંભીર અને ઇન્ટેન્સ લાગી રહ્યો છે. અમિતાભે આ ફોટો સાથે લખ્યું છે ઃ ‘કામ, કામ, કામ... અને વધુ કામ. કામ જ મારી ભાષા છે... કામ જ એ વસ્તુ છે જે વિકાસ, ખુશી અને આત્મસન્માનને વ્યક્ત કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK