સત્યાગ્રહને ૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે અમૃતા રાવે બિગ બી સાથે કામ કરવાનો અનુભવ યાદ કર્યો
સૌથી સુંદર યાદ અમિતાભ બચ્ચન સર સાથે કામ કરવાની છે
રવિવારે ‘સત્યાગ્રહ’ની રિલીઝને ૧૩ વર્ષ પૂર્ણ થયાં હતાં. આ ખાસ અવસર પર અમૃતા રાવે સોશ્યલ મીડિયા પર ફિલ્મનાં કેટલાંક યાદગાર દૃશ્યોનો વિડિયો મૉન્ટાજ શૅર કર્યો. આ વિડિયોમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહી છે.
વિડિયો શૅર કરતાં અમૃતા રાવે લખ્યું હતું કે ‘આજે સત્યાગ્રહની વર્ષગાંઠ છે... સુંદર યાદો. સૌથી સુંદર યાદ અમિતાભ બચ્ચન સર સાથે કામ કરવાની છે.’
પ્રકાશ ઝાના ડિરેક્શનમાં બનેલી ‘સત્યાગ્રહ’માં અમિતાભ ઉપરાંત અજય દેવગન, કરીના કપૂર, અર્જુન રામપાલ, અમૃતા રાવ અને મનોજ બાજપેયી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ભારતમાં ૨૦૧૩ની ૩૦ ઑગસ્ટે રિલીઝ થઈ હતી.’
