તે રિલેશનશિપમાંથી મૂવ ઑન થવા માટે તેના ડૉગ સાથે વધુ સમય પસાર કરી હતી તેમ જ ઘરની બહાર પણ તે નહોતી નીકળી રહી.
અનન્યા પાંડે
અનન્યા પાંડે હાલમાં આદિત્ય રૉય કપૂર સાથેના બ્રેકઅપની ચર્ચા બાદ તેના કામ પર ફોકસ કરી રહી છે. તે રિલેશનશિપમાંથી મૂવ ઑન થવા માટે તેના ડૉગ સાથે વધુ સમય પસાર કરી હતી તેમ જ ઘરની બહાર પણ તે નહોતી નીકળી રહી. જોકે ફાઇનલી હવે તે ફરી કામ પર ફોકસ કરી રહી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘કૉલ મી બે’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. અનન્યાએ ઇન્સ્ટાસ્ટોરીમાં તેની વૅનિટી વૅનનો ફોટો શૅર કર્યો છે. આ ફિલ્મની સ્ટોરી એક બિલ્યનેર ફૅશનિસ્ટાની છે, જે અલ્ટ્રા-રિચ ફૅમિલીમાંથી આવે છે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે.