અનુપમ ખેર અને ‘જાને પહચાને અન્જાને’ નાટકની ટીમે ઉત્તર અમેરિકાની ટૂર શરૂ કરી છે. હ્યુસ્ટનના શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં ૯૦ ફૂટ ઊંચી અભય હનુમાનની પ્રતિમાના દર્શન બાદ ટૂરનો પહેલો શો હાઉસફુલ રહ્યો હતો.
અનુપમ ખેર અને તેમના નવા હિન્દી નાટક ‘જાને પહચાને અન્જાને’ની ટીમ
અનુપમ ખેર અને તેમના નવા હિન્દી નાટક ‘જાને પહચાને અન્જાને’ના કલાકાર-કસબીઓએ ઉત્તર અમેરિકાની ટૂરની શરૂઆત કરી છે. આ નાટકમાં સ્વરૂપ સંપટ સહિત કલાકારોની શાનદાર ટીમ છે. નાટકનું સંગીત અનુ મલિકે આપ્યું છે, જ્યારે એનું ડિરેક્શન ગજેન્દ્ર અહિરે કર્યું છે. આ ટૂરની શરૂઆત ટીમે ટેક્સસના હ્યુસ્ટનમાં આવેલા પ્રતિષ્ઠિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં ૯૦ ફુટ ઊંચી અભય હનુમાનની પ્રતિમાના આશીર્વાદ લઈને કરી હતી. તેમણે આ દર્શન પાંચમી સપ્ટેમ્બરે યોજાયેલા નાટકના ઓપનિંગ નાઇટના થોડા સમય પહેલાં કર્યાં હતાં. સ્ટૅફર્ડ સેન્ટરમાં યોજાયેલા આ પ્રથમ શોને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને શો સંપૂર્ણપણે હાઉસફુલ રહ્યો હતો.
