Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરબાઝ ખાનની નેક્સ્ટ ફિલ્મમાં દમદાર રોલમાં મનીષા કોઇરાલા

અરબાઝ ખાનની નેક્સ્ટ ફિલ્મમાં દમદાર રોલમાં મનીષા કોઇરાલા

Published : 17 March, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિપોર્ટ અનુસાર તાજેતરમાં ભોપાલમાં ફિલ્મ ‘રાઝદાર’નું પચીસ દિવસનું શૂટિંગ-શેડ્યુલ પૂરું થયું છે

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલા


સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફિલ્મોમાં અભિનય કરવાની સાથે-સાથે પ્રોડક્શનનું કામ પણ કરે છે. હાલમાં તે ‘રાઝદાર’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે અને એમાં તે ઍક્ટિંગ કરતો પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મનીષા કોઇરાલા એક દમદાર રોલ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર તાજેતરમાં ભોપાલમાં ફિલ્મ ‘રાઝદાર’નું પચીસ દિવસનું શૂટિંગ-શેડ્યુલ પૂરું થયું છે. હવે સમગ્ર ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. મુંબઈમાં ૧૦ દિવસનું શૂટિંગ-શેડ્યુલ રહેશે. મુંબઈમાં મુખ્યત્વે ઇન્ડોર સીનનું શૂટિંગ થશે અને એ પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. ભોપાલમાં લગભગ ૪ અઠવાડિયાં સુધી શૂટિંગ થયું હતું, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ શહેર ફિલ્મની વાર્તામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK