Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર ટૂ જોવા નાનાં બાળકોને લઈ આવેલા પેરન્ટ્સને જોઈને હું દંગ હતી

ધુરંધર ટૂ જોવા નાનાં બાળકોને લઈ આવેલા પેરન્ટ્સને જોઈને હું દંગ હતી

Published : 01 April, 2026 04:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોના સ્ક્રીન-ટાઇમ પર સતત ચર્ચા થતી રહે છે પરંતુ પ્રૅક્ટિકલી કેટલા પેરન્ટ્સ એને અમલમાં મૂકી શકતા હશે એ એક પ્રશ્ન છે. આજનાં બાળકો સામે એક્સપોઝરની માત્રાને જોતાં તેમને ઓવર-ઇન્ફર્મેશનના વાવાઝોડાથી બચાવવાં બહુ જ અઘરું છે.

ધુરંધર ટૂ જોવા નાનાં બાળકોને લઈ આવેલા પેરન્ટ્સને જોઈને હું દંગ હતી

ધુરંધર ટૂ જોવા નાનાં બાળકોને લઈ આવેલા પેરન્ટ્સને જોઈને હું દંગ હતી


બાળકોના સ્ક્રીન-ટાઇમ પર સતત ચર્ચા થતી રહે છે પરંતુ પ્રૅક્ટિકલી કેટલા પેરન્ટ્સ એને અમલમાં મૂકી શકતા હશે એ એક પ્રશ્ન છે. આજનાં બાળકો સામે એક્સપોઝરની માત્રાને જોતાં તેમને ઓવર-ઇન્ફર્મેશનના વાવાઝોડાથી બચાવવાં બહુ જ અઘરું છે. પેરન્ટ્સ સામે એ પડકાર જ છે જેમાં બાળકને સ્ક્રીન-ટાઇમથી બચાવવા પોતાના સ્ક્રીન-ટાઇમ પર પણ કન્ટ્રોલ મૂકવો પડે, કારણ કે આપણા બધાની લાઇફમાં બહુ બધી રીતે સ્ક્રીનનો પ્રભાવ વધ્યો છે. આપણું ઑફિસ-વર્ક, આપણું કમ્યુનિકેશન મોબાઇલ, ટૅબ્લેટ અને એવા જ અન્ય ડિવાઇસ પર ઓવર-ડિપેન્ડન્ટ છે ત્યારે આ સમયમાં બાળકોને કેવી રીતે આનાથી દૂર રાખવાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. 
હું મારી જ વાત કરું તો મારો ૬ વર્ષનો દીકરો આજે પણ મોબાઇલ કે ટીવીનો આદી નથી. લકીલી મારી પાસે 
ફૅમિલી-સપોર્ટ છે અને બાળકનું ધ્યાન અન્ય ઍક્ટિવિટીમાં એન્ગેજ્ડ રહી શકે એવા પૂરતા પ્રયાસો અમે કરતા રહ્યા છીએ. પ્લાનિંગ સાથે બાળકને જ્યાં બચાવી શકાય ત્યાં બચાવવું એવાં ઉચિત પગલાં લીધાં છે છતાં ક્યાંક અનાયાસ જ બાળક ‌ટીવી પર કંઈક એવું જુએ છે તો એની અસર થતી હોય છે એવા દાખલા પણ અમારી પાસે છે. જેમ કે થોડાક સમય પહેલાં અમારા ઘરે ગેસ્ટ હતા અને તેઓ ટીવી પર એક વેબ-સિરીઝ જોઈ રહ્યા હતા. મારા દીકરાએ હાર્ડ્‍લી ત્રણ કે ચાર મિનિટ એ જોયું હશે. હું કંઈક ઘરના કામમાં હતી એટલે મારું ધ્યાન નહોતું પણ જેવું ધ્યાન ગયું એટલે ગેસ્ટને ઇશારો કર્યો. તેઓ સમજી ગયા અને ટીવી બંધ કરી દીધું. બધું પતી ગયું. જોકે અઠવાડિયા પછી એક દિવસ મારો દીકરો કહે કે મમ્મા મુક્કો મારીએ તો નાકમાંથી બહુ બધું લોહી નીકળે અને મને એ વેબ-સિરીઝનો સીન યાદ આવ્યો, જે દીકરાએ જોયો હતો. તમે વિચાર કરો કે બાળક કંઈક જુએ તો કેવી ઘેરી અસર પડતી હોય છે તેમના માનસ પર. 
હવે આ સ્થિતિમાં હમણાં હું મારા હસબન્ડ સાથે ‘ધુરંધર ટૂ’ જોવા ગઈ હતી. દીકરાને મમ્મીના ઘરે મૂક્યો હતો. એ સમયે કેટલા બધા પેરન્ટ્સ પોતાનાં નાનાં-નાનાં બાળકો સાથે આ ફિલ્મ જોવા આવ્યાં હતાં. ‘ધુરંધર’માં કેટલું વાયલન્સ છે એ તો પાર્ટ ટૂમાં જ બધાએ જોઈ લીધું હતું. મને સવાલ છે કે કોઈ પેરન્ટ્સ પોતાનાં નાનાં બાળકોને લઈને આ ફિલ્મ જોવા કેવી રીતે આવી શકે? આ ફિલ્મ જોવી એવું કોઈ કમ્પલ્શન તો નહોતું. ધારો કે તમારી પાસે બાળકને ક્યાંય મૂકવાની વ્યવસ્થા નથી તો નહીં જુઓ પણ શું કામ આ પ્રકારની કન્ટેન્ટ એ નાનકડા બાળમાનસમાં અત્યારથી ફીડ થવા દો છો. તમને અંદાજ નથી કે બાળક એને કઈ રીતે પ્રોસેસ કરશે અને એ તેના વ્યક્તિત્વને કઈ રીતે અસર કરશે. તમે એટલા રિસ્પૉન્સિબલ કેમ ન થઈ શકો કે એક ફિલ્મ નહીં જોઈએ તો ચાલશે અથવા મોડેથી જોઈશું, પરંતુ બાળક સાથે તો નથી જ જોવી. આપણે ઘરના નાના-નાના પ્લૅટફૉર્મ પર સ્ક્રીન-ટાઇમની વાત કરીએ છીએ એની સાથે આટલા લાઉડ સાઉન્ડ સાથે ૮ મહિનાની બાળકીને ‘ધુરંધર ટૂ’ જોઈ રહેલા પેરન્ટ્સના ખોળામાં જોઈને હું દંગ હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK