શાહરુખ ખાનના સપોર્ટમાં ન આવનાર ઇન્ડસ્ટ્રીનો ઊધડો લીધો સંજય ગુપ્તાએ
સંજય ગુપ્તા
આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ થયા બાદ શાહરુખ ખાનને સપોર્ટ ન કરનાર ઇન્ડસ્ટ્રીના લોકોની સંજય ગુપ્તાએ આકરા શબ્દોમાં નિંદા કરી છે. આર્યન આર્થર રોડની જેલમાં બંધ છે. ધીરે-ધીરે સેલિબ્રિટી શાહરુખ અને તેની વાઇફ ગૌરી ખાનને સપોર્ટ કરી રહી છે. જોકે મોટા ભાગની સેલિબ્રિટીઝ આ વિશે ચૂપ છે. આર્યનની જામીનની અરજી વારંવાર રદ કરવામાં આવી રહી છે. એવામાં એક પેરન્ટ્સ તરીકે તેઓ ખૂબ તકલીફમાંથી પસાર થઈ રહ્યાં છે. ઇન્ડસ્ટ્રીના મૌન વિશે ટ્વિટર પર સંજય ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે ‘શાહરુખ ખાન હંમેશાં ઇન્ડસ્ટ્રીના હજારો લોકોને જૉબ આપતો આવ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મુદ્દાઓને લઈને તે હંમેશાં અગ્રેસર હોય છે. એવામાં શાહરુખ પર આવેલા સંકટની આ
ઘડીમાં ઇન્ડસ્ટ્રીનું આવા પ્રકારનું મૌન શરમજનક છે. આજ ઉસકા બેટા હૈ, કલ મેરા યા તુમ્હારા હોગા. તબ ભી ઐસી બુઝદિલી સે ચૂપ રહોગે?’