Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના ૭ મહિનામાં જ અવિકા ગોર કાયમ માટે શિફ્ટ થઈ ગઈ બૅન્ગકૉક

લગ્નના ૭ મહિનામાં જ અવિકા ગોર કાયમ માટે શિફ્ટ થઈ ગઈ બૅન્ગકૉક

Published : 11 May, 2026 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમે ત્યાં એક ઘર ખરીદ્યું છે જેને હું મારી પસંદગી મુજબ સજાવી રહી છું. અમને લાગ્યું કે ત્યાં મિલિંદના કામ માટે વધુ સારી તક છે. મને મારા માટે પણ આ ખૂબ જ રોમાંચક લાગ્યું. અમે હંમેશાં એકબીજાના વિકાસને સપોર્ટ કર્યો છે.

લગ્નના ૭ મહિનામાં જ અવિકા ગોર કાયમ માટે શિફ્ટ થઈ ગઈ બૅન્ગકૉક

લગ્નના ૭ મહિનામાં જ અવિકા ગોર કાયમ માટે શિફ્ટ થઈ ગઈ બૅન્ગકૉક


અવિકા ગોરે ૭ મહિના પહેલાં મિલિંદ ચાંદવાણી સાથે લગ્ન કર્યાં હતાં. અવિકાની કરીઅર તો સારી ચાલી રહી છે પણ હવે તે પતિ સાથે કાયમ માટે બૅન્ગકૉક શિફ્ટ થઈ ગઈ છે. આ સમાચારની પુષ્ટિ કરતાં અવિકાએ કહ્યું હતું કે આ જીવનનો કોઈ મોટો બદલાવ નથી, પરંતુ મારા પતિના કામને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. પોતાના જીવનના આ બદલાવ વિશે વાત કરતાં અવિકાએ કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે હું અને મિલિંદ હવે બૅન્ગકૉકમાં રહેવા લાગ્યાં છીએ. અમે ત્યાં એક ઘર ખરીદ્યું છે જેને હું મારી પસંદગી મુજબ સજાવી રહી છું. અમને લાગ્યું કે ત્યાં મિલિંદના કામ માટે વધુ સારી તક છે. મને મારા માટે પણ આ ખૂબ જ રોમાંચક લાગ્યું. અમે હંમેશાં એકબીજાના વિકાસને સપોર્ટ કર્યો છે. જો મને કોઈ એવો પ્રોજેક્ટ મળે જેને કારણે મારે મહિનાઓ સુધી દૂર રહેવું પડે તો એ સંપૂર્ણપણે મને સપોર્ટ કરે છે. આવી જ રીતે હું પણ તેના વિકાસમાં અડચણ બનવા માગતી નથી.’

અવિકાનું ભારતમાં કામ ચાલુ રહેશે



અવિકાએ સ્પષ્ટતા કરી છે કે બૅન્ગકૉકમાં શિફ્ટ થઈ ગઈ હોવા છતાં ભારતમાં તેનું કામ યથાવત્ રહેશે. આ વિશે વાત કરતાં અવિકાએ કહ્યું હતું કે ‘હજી તો મને બૅન્ગકૉકમાં લગભગ એક મહિનો જ થયો છે અને કામને કારણે હું મોટા ભાગે હૈદરાબાદ અને મુંબઈમાં હોઉં છું. મારી પ્રાથમિકતા હંમેશાં મારી પ્રતિબદ્ધતા હશે, કારણ કે એ જ વસ્તુઓએ મને આજે અહીં સુધી પહોંચાડી છે. મારા સુધી આવતું દરેક કામ મારા શેડ્યુલ મુજબ જ આવે છે એટલે મને નથી લાગતું કે એ ક્યારેય અવરોધરૂપ બનશે. અંતે જો કોઈ મારી સાથે કામ કરવા માગતું હોય તો તેણે મારા માટે પ્રયત્ન કરવા જ પડશે. જ્યારે મેં શિફ્ટ થવાનો નિર્ણય શૅર કર્યો ત્યારે ઇન્ડસ્ટ્રીના લોકોએ પણ ઘણો સપોર્ટ આપ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK