Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવારાપન 2ને ૯ ફેરફારો સાથે મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

આવારાપન 2ને ૯ ફેરફારો સાથે મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

Published : 07 August, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’ને CBFC તરફથી U/A 16+ સર્ટિફિકેટ મળ્યું છે. જોકે રિલીઝ પહેલાં સેન્સર બોર્ડે હિંસક દૃશ્યો, અપશબ્દો અને ડિસ્ક્લેમર સહિત કુલ 9 ફેરફારો કરવાની સૂચના આપી છે.

આવારાપન 2 પોસ્ટર

આવારાપન 2 પોસ્ટર


૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ ‘આવારાપન 2’ ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. સેન્સર બોર્ડે ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે. જોકે એની સાથે મેકર્સને ફિલ્મમાં ૯ ફેરફારો કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ‘આવારાપન 2’માં ઇમરાન હાશ્મી, દિશા પાટની અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ ફેરફારોમાં સૌથી પહેલાં હિંસક દૃશ્યો ઘટાડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા અપશબ્દોને પણ મ્યુટ કરવા પડશે. સેન્સર બોર્ડે ડ્રગ્સ, સ્મોકિંગ અને બાળકોની તસ્કરી વિરુદ્ધ ચેતવણી આપતું ડિસ્ક્લેમર ઉમેરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૧૬ વર્ષ કે એનાથી ઓછી ઉંમરનાં બાળકો આ ફિલ્મ માત્ર મમ્મી-પપ્પાની દેખરેખમાં જ જોઈ શકશે.
સેન્સર બોર્ડે સૂચવેલા ફેરફારો બાદ ફિલ્મની કુલ લંબાઈમાં પણ થોડો ફેરફાર થયો છે. આ ફેરફાર પછી હવે ફિલ્મનો અંતિમ રનટાઇમ ૧૪૦ મિનિટ અને ૨૦ સેકન્ડનો છે. આ સિવાય ફિલ્મ હિન્દી ભાષામાં અંગ્રેજી સબટાઇટલ્સ સાથે રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK