આર્યનના આવા વર્તન પાછળનું કારણ રાઘવ જુયાલે જણાવ્યું છે.
આર્યન ખાન
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ‘The Ba***ds of Bollywood’થી બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ઘણા લોકોએ નોંધ્યું છે કે આર્યન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે અને તે ભાગ્યે જ કૅમેરા સામે સ્માઇલ કરે છે. આર્યન આ મામલે તેના પપ્પા શાહરુખ ખાન કરતાં સાવ અલગ છે. હવે આર્યનના આવા વર્તન પાછળનું કારણ રાઘવ જુયાલે જણાવ્યું છે. રાઘવ ‘The Ba***ds of Bollywood’માં એક મહત્ત્વનો રોલ કરી રહ્યો છે અને એક ઇન્ટરવ્યુમાં તેણે આર્યનના વ્યક્તિત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે ‘આર્યનને કૅમેરાની સામે સ્માઇલ કરવામાં ડર લાગે છે અને તેને ઍટિટ્યૂડ દેખાડવાનું પસંદ છે. જોકે પબ્લિક પ્લેસ પર કે કૅમેરાની સામે ગંભીર દેખાતો આર્યન જ્યારે પોતાના મિત્રો સાથે હોય છે ત્યારે અલગ જ મૂડમાં હોય છે.’

