થોડા સમય પહેલાં આલોક નાથ વિરુદ્ધ હરિયાણામાં નોંધાયેલા કથિત માર્કેટિંગ-ફ્રૉડ કેસમાં ફરિયાદ નોંધાઈ હતી
આલોક નાથ
થોડા સમય પહેલાં આલોક નાથ વિરુદ્ધ હરિયાણામાં નોંધાયેલા કથિત માર્કેટિંગ-ફ્રૉડ કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપી છે અને તેમની ધરપકડ પર સ્ટે મૂકી દીધો છે.
આ છેતરપિંડીમાં ૧૩ લોકો વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાઈ છે. આમાં આલોક નાથ અને શ્રેયસ તલપડેનો પણ સમાવેશ છે. આમાં ફરિયાદીનો આરોપ છે કે બન્ને અભિનેતાઓએ આ મામલામાં બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પ્રચાર કર્યો હતો અને તેમના પર વિશ્વાસ મૂકીને લોકોએ રોકાણ કર્યું છે. પોલીસનું કહેવું છે કે હાલ તપાસ ચાલુ છે અને આ બન્ને સ્ટાર્સની એમાં કેટલી ભૂમિકા હતી એની તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
હાલમાં આલોક નાથને ધરપકડથી સુરક્ષા મળી ગઈ છે, પરંતુ તપાસ ચાલુ છે. કોર્ટના આગામી આદેશ સુધી તેમની ભૂમિકા અને જવાબદારીની તપાસ થશે. જો સાબિત થાય કે તેમણે માત્ર પ્રચાર કર્યો અને છેતરપિંડીથી અજાણ હતા તો તેમને રાહત મળી શકે છે, પરંતુ જો તેમની વિરુદ્ધ મજબૂત પુરાવા મળે તો મામલો મુશ્કેલ બની શકે છે.

