મા વંદેમાં મલયાલમ ફિલ્મોનો ઍક્ટર ઉન્ની મુકુંદન ભજવશે વડા પ્રધાનની ભૂમિકા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉન્ની મુકુંદન
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ હતી અને આ દિવસે પ્રોડક્શન બૅનર સિલ્વર કાસ્ટ ક્રીએશન્સે તેમની બાયોપિક ફિલ્મ ‘માઁ વંદે’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં મલયાલમ ફિલ્મોના ઍક્ટર ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવશે.
ADVERTISEMENT
આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે અને એમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને દેશના આદરણીય નેતા બનવા સુધીના તેમના જીવનના ઉતાર-ચડાવ દર્શાવવામાં આવશે. ફિલ્મમાં નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબા વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવવામાં આવશે. ‘માઁ વંદે’ની ટીમમાં શ્રેષ્ઠ ટેક્નિશ્યનોને સામેલ કરવામાં આવશે અને એને મોટા પાયે બનાવવામાં આવશે. આ ફિલ્મ અંગ્રેજી ભાષા સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ તૈયાર કરવામાં આવશે.

