ભૂમિકા ચાવલાને ‘તેરે નામ’ના તેના પાત્ર નિર્ભરા માટે હજી યાદ કરવામાં આવે છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ભૂમિકા ચાવલાને ‘તેરે નામ’ના તેના પાત્ર નિર્ભરા માટે હજી યાદ કરવામાં આવે છે. જોકે હવે ભૂમિકા બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે, પણ હાલમાં તેનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં તે એક ઇવેન્ટ દરમ્યાન સ્ટેજ પર રડતી નજર આવે છે. ભૂમિકાનો આ વિડિયો જોઈને ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે હવે ભૂમિકાનાં આંસુ પાછળનું કારણ જાણવા મળ્યું છે.
ભૂમિકા ટૂંક સમયમાં ફિલ્મ ‘યુફોરિયા’માં જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે સારા અર્જુન પણ કામ કરી રહી છે. આ ફિલ્મની વાર્તા હૈદરાબાદમાં બનેલી એક સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મની રિલીઝ પહેલાં હૈદરાબાદમાં એક ખાસ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં ફિલ્મના કલાકારો પોતાનો અનુભવ શૅર કરી રહ્યા હતા. ભૂમિકા પણ જ્યારે પોતાની વાત રજૂ કરી રહી હતી ત્યારે અચાનક ભાવુક થઈ ગઈ અને રડી પડી.
ADVERTISEMENT
ભૂમિકાએ ફિલ્મના પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મ જોયા બાદ હું આખી રાત સૂઈ શકી નહોતી. હકીકતમાં આ ફિલ્મ નાની ઉંમરનાં બાળકોમાં નશાની લત અને યૌનશોષણ જેવા સંવેદનશીલ વિષય પર આધારિત છે. આ જ કારણથી ફિલ્મ વિશે વાત કરતી વખતે હું ભાવુક થઈ ગઈ હતી.’


