° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


અભિનેતા બોમન ઇરાનીના મમ્મીનું નિધન, ઉંઘમાં જ વિશ્વને કહ્યું અલવિદા

09 June, 2021 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોમન ઇરાનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે 94 વર્ષની તેની માએ ઉંઘમાં જ આ વિશ્વને અલવિદા કહી દીધું.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડ અભિનેતા બોમન ઇરાનીના મમ્મીનું નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી પોતે અભિનેતા બોમન ઇરાનીએ જ સોશિયલ મીડિયા પર આપી છે. બોમન ઇરાનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે 94 વર્ષની તેની માએ ઉંઘમાં જ આ વિશ્વને અલવિદા કહી દીધું. સોશિયલ મીડિયા યૂઝર્સ અને અન્ય બૉલિવૂડ સિતારા બોમનની મમ્મીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

94 વર્ષની ઉંમરે નિધન
બોમને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "માં ઇરાનીએ ઉંઘમાં જ આ વિશ્વને શાંતિથી અલવિદા કહી દીધું. તે 94 વર્ષનાં હતાં, તેમણે 32 વર્ષની ઉંમરથી મારી માટે માતા અને પિતા, બન્નેનું પાત્ર ભજવ્યું હતું, તે ખૂબ જ ઝીંદાદિલ હતાં અને કેટલીય રસપ્રદ સ્ટોરીઝ હતી, જે ફક્ત તે જ કહી શકતી હતી."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boman Irani (@boman_irani)

ખાવું અને ગાવું ગમતું
બોમને આગળ પોતાની પોસ્ટમાં લખ્યું, "જ્યારે પણ તે મને ફિલ્મો માટે મોકલતી તો હંમેશાં એ વાતનું ધ્યાન રાખતી હતી કે કમ્પાઉન્ડ કિડ્સ મારી સાથે ગોય તે હંમેશાં કહેતી હતી, પૉપકૉર્ન નહીં ભૂલતો. તેને પોતાનો ખોરાક અને ગીતો ગમતા. આની સાથે જ ઝડપથી તે વિકીપીડિયા અને આઇએમડીબીને તરત જ ફેક્ટ ચેક કરી શકતી હતી"

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boman Irani (@boman_irani)

લોકોને આપો ખુશી
બોમને પોતાની પોસ્ટના અંતમાં લખ્યું, "તે હંમેશાં કહેતી હતી, "તું એક અભિનેતા એટલા માટે નથી કે લોકો તારા વખાણ કરે. તું એક અભિનેતા છે જેથી તું લોકોને આનંદ આપી શકે. છેલ્લી રાતે તેણે મારી પાસેથી મલાઇ કુલ્ફી અને આંબા માગ્યા હતા. તે ઇચ્છે તો ચંદ્ર અને તારા પણ માગી શકી હોત. તે એક સ્ટાર હતી અને હંમેશાં રહેશે." જણાવવાનું કે ગયા વર્ષે 18 નવેમ્બરના બોમન ઇરાનીએ પોતાની માને જન્મદિવસની શુભેચ્છાઓ આપતી પણ એક પોસ્ટ શૅર કરી હતી. નોંધનીય છે કે બોમનની પોસ્ટ પર ચાહકો અને અન્ય સિતારાઓએ પણ અભિનેતાની માને શ્રદ્ધાંજલિ આપી છે.

09 June, 2021 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદ જેલમાં, સોસાયટીમાં ગેરવર્તણુકથી પોલીસે કરી ધરપકડ

અમદાવાર પોલીસે બૉલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરી છે. સોસાયટીમાં ગેરવર્ણુક કરવા જેવા અનેક આક્ષેપ તેના પર કરવામાં આવ્યાં છે.

25 June, 2021 02:44 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કોર્ટના સખત આદેશ મુજબ સલમાન કે તેના પરિવાર વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહીં કરી શકે: કેઆ

કેઆરકે વિરુદ્ધ દાખલ કરેલા કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કડક આદેશ આપ્યા છે જેથી તે હવે સલમાન ખાન કે તેના પરિવાર અંગે ટિપ્પણીઓ નહીં કરી શકે

25 June, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાતોરાત ફિલ્મમાંથી કાઢી નાખતાં ડિપ્રેશનનો શિકાર બની હતી કીર્તિ

કીર્તિ કુલ્હારીએ પોતાની સ્ટ્રગલની સ્ટોરી સંભળાવતાં જણાવ્યું હતું કે તેને શરૂઆતમાં રાતોરાત સાઉથની ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી હતી. એને કારણે તે ભારે ડિપ્રેશનમાં સરી ગઈ હતી.

25 June, 2021 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK