અમ્રિતા પુરીનો આ અપાર્ટમેન્ટ લોઢા વર્લ્ડ ટાવર્સના ૪૯મા માળે આવેલો છે અને એ ૫૪૪૬ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે
અમ્રિતા પુરી
અમ્રિતા પુરીએ મુંબઈના પ્રાઇમ લોકેશન લોઅર પરેલમાં ૩૭ કરોડ રૂપિયાનો લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યો હોવાની ચર્ચા છે.
અમ્રિતા પુરીનો આ અપાર્ટમેન્ટ લોઢા વર્લ્ડ ટાવર્સના ૪૯મા માળે આવેલો છે અને એ ૫૪૪૬ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. લોઢા વર્લ્ડ ટાવર્સનું નિર્માણ મેક્રોટેક ડેવલપર્સે કર્યું છે જેને લોઢા ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશની સૌથી ઊંચી ઇમારતોમાંની એક છે. અમ્રિતા પુરીએ આ અપાર્ટમેન્ટનું રજિસ્ટ્રેશન ૩૦ એપ્રિલે કરાવ્યું, જેના માટે ૩૩,૦૦૦ રૂપિયા અને ૨.૨૨ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી ચૂકવી છે. આ અપાર્ટમેન્ટની સાથે અમ્રિતાએ ચાર ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ ખરીદી છે.
આ પ્રૉપર્ટી ખરીદીને અમ્રિતા હવે શાહિદ કપૂર અને અભિષેક બચ્ચનની પડોશી બની ગઈ છે.
ADVERTISEMENT
આ ઉપરાંત અહીં ક્રિકેટર ઝહીર ખાનની પણ પ્રૉપર્ટી છે. અમ્રિતા ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયાથી પણ કમાણી કરે છે. તેના પિતા આદિત્ય પુરીનું બૅન્કિંગની દુનિયામાં ઘણું નામ છે. તેઓ HDFCના મૅનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. અમ્રિતાના પતિ ઇમરુન સેઠી રેસ્ટોરાંના માલિક છે અને એમાંથી પણ તેને ઘણી કમાણી થાય છે.

