બન્નેએ ફેબ્રુઆરીમાં જાહેર કર્યું હતું કે સપ્ટેમ્બરમાં તેઓ પેરન્ટ્સ બનવાના છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ હસબન્ડ રણવીર સિંહ સાથે બેબીમૂન પરથી પાછી ફરી છે. બુધવારે સાંજે તેઓ મુંબઈ પાછાં ફર્યાં હતાં. બન્નેએ ફેબ્રુઆરીમાં જાહેર કર્યું હતું કે સપ્ટેમ્બરમાં તેઓ પેરન્ટ્સ બનવાના છે. ત્યારથી જ દીપિકા ઢીલા આઉટફિટ્સમાં દેખાય છે. બુધવારે કૅમેરામૅન તેનો વિડિયો શૂટ કરી રહ્યો હતો. એ જ વખતે દીપિકાએ તેની નજીક આવીને તેના કૅમેરા પર હળવેકથી હાથ માર્યો હતો. જોકે આવું કરવા પાછળનું કારણ નથી સમજાયું. બની શકે કે દીપિકા મસ્તીના મૂડમાં હોય કાં તો પછી તેનું બેબી-બમ્પ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ ગમે એ હોય, પરંતુ સોશ્યલ મીડિયામાં લોકો તેના આવા વર્તન પર વિવિધ સવાલ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ એ વિડિયોમાં દેખાય છે કે તે બે કારની વચ્ચેથી ખૂબ ઓછી જગ્યામાંથી બહાર નીકળે છે. એથી લોકો તેની પ્રેગ્નન્સી પર પણ સવાલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દીપિકાનું બેબી-બમ્પ કેમ નથી દેખાતું? શું તે બન્ને સરોગસીથી પેરન્ટ્સ
બનવાના છે?