ઍક્ટ્રેસે બીજા સંતાનને જન્મ આપ્યો છે ત્યારે તેનું એક જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે
દીપિકા પાદુકોણ
૧૯ સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી દીકરીના પેરન્ટ્સ બન્યાં છે અને તેમણે આ સમાચાર સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે શૅર કર્યા હતા. આ ખુશખબર વચ્ચે દીપિકાનું એક જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. દીપિકાએ આ નિવેદન તે પહેલી વખત મમ્મી બની એના ઘણા સમય પહેલાં કર્યું હતું અને એમાં તેણે પોતાના ફૅમિલી-પ્લાનિંગના વિચારો જણાવ્યા હતા.
૨૦૧૩માં એક ઇન્ટરવ્યુ દરમ્યાન દીપિકાને તેના પરિવારની કલ્પના વિશે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે દીપિકાએ જવાબ આપતાં કહ્યું હતું કે ‘જો હું ઍક્ટ્રેસ ન હોત તો ખબર નથી કે શું કરીશ પણ આશા છે કે મારી આસપાસ બાળકો હશે. મારા ત્રણ નાનાં બાળકો અહીં-તહીં દોડાદોડી કરી રહ્યાં હશે. આશા છે કે હું એટલું કામ કરીશ કે મારાં બાળકોને મારી સાથે શૂટિંગ પર લઈ જઈ શકીશ અને એક ખુશહાલ પરિવાર હશે. સાથે જ હું એ જ કામ કરતી રહીશ જે અત્યારે કરી રહી છું.’
