‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. રિલીઝમાં હવે લગભગ એક મહિનો બાકી છે છતાં નિર્માતાઓએ અત્યાર સુધી માત્ર ટીઝર જ રજૂ કર્યું છે. દર્શકો હવે ટ્રેલર અને ગીતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ધુરંધર
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ જોવા માટે ફૅન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જાણવા મળ્યું છે કે ‘ધુરંધર’ની આ સીક્વલ પહેલા ભાગ કરતાં લગભગ ૬ મિનિટ નાની છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની વેબસાઇટ મુજબ ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ૯ ફેબ્રુઆરીએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ બાદ ફિલ્મનો કુલ રનટાઇમ ૨૦૮ મિનિટ છે એટલે કે લગભગ ૩ કલાક ૨૮ મિનિટ લાંબી છે. આ ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ મળ્યું હોવાનું પણ નોંધાયું છે.
રસપ્રદ વાત એ છે કે પ્રથમ ભાગનો રનટાઇમ ૩ કલાક ૩૪ મિનિટ હતો, જ્યારે ‘ધુરંધર : ધ રિવેન્જ’ એની સરખામણીએ માત્ર ૬ મિનિટ નાની છે. સમયગાળામાં મોટો ફેરફાર નથી, પરંતુ સર્ટિફિકેશનમાં બદલાવ નોંધપાત્ર છે, કારણ કે પહેલા ભાગને A સર્ટિફિકેટ મળ્યું હતું, જ્યારે સિક્વલને U/A 16+ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. રિલીઝમાં હવે લગભગ એક મહિનો બાકી છે છતાં નિર્માતાઓએ અત્યાર સુધી માત્ર ટીઝર જ રજૂ કર્યું છે. દર્શકો હવે ટ્રેલર અને ગીતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.