Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૉન 3ના લોકેશન માટે લંડન અને જર્મની ગયો હતો ફરહાન અખ્તર?

ડૉન 3ના લોકેશન માટે લંડન અને જર્મની ગયો હતો ફરહાન અખ્તર?

05 May, 2024 07:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ રણવીરની પ્રશંસા કરતાં ફરહાને જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે રણવીર ગ્રેટ છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર


રણવીર સિંહની ‘ડૉન 3’ની જ્યારથી અનાઉન્સમેન્ટ થઈ છે ત્યારથી જ તેના ફૅન્સમાં ફિલ્મને લઈને આતુરતા વધી ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. આ જ કારણ છે કે થોડા દિવસો પહેલાં ફરહાન અખ્તર ​આકર્ષક લોકેશન શોધવા માટે લંડન અને જર્મની પહોંચ્યો હતો. આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એવી શક્યતા છે. લગભગ ચાર મહિના શૂટિંગ ચાલશે. શાહરુખ ખાનની ‘ડૉન 2’નું શૂટિંગ પણ જર્મનીમાં થયું હતું. અગાઉ રણવીરની પ્રશંસા કરતાં ફરહાને જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે રણવીર ગ્રેટ છે. ‘ડૉન 3’ની પહેલી ફિલ્મ ‘ડૉન ધ ચેઝ બિગિન્સ અગેઇન’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. એમાં શાહરુખ ખાનની સાથે પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળી હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘ડૉન 2’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK