સારાને રામ ચરણ તેજાની હિરોઇન બનવાનો ચાન્સ મળ્યો છે. રામ ચરણ તેજાએ હાલમાં ‘પુષ્પા’ના ડિરેક્ટર સુકુમાર સાથે નવી ફિલ્મ સાઇન કરી છે અને આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે સારાની પસંદગી કરવામાં આવી છે.
સારા અર્જુન
સારા અર્જુન અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પણ તેને ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’થી સૌથી વધુ સફળતા મળી છે. આ ફિલ્મોની સફળતા પછી તેની ગણતરી ટેલેન્ટેડ ઍક્ટ્રેસમાં થવા લાગી છે. હવે ખબર પડી છે કે સારાને રામ ચરણ તેજાની હિરોઇન બનવાનો ચાન્સ મળ્યો છે. રામ ચરણ તેજાએ હાલમાં ‘પુષ્પા’ના ડિરેક્ટર સુકુમાર સાથે નવી ફિલ્મ સાઇન કરી છે અને આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે સારાની પસંદગી કરવામાં આવી છે. સારાને ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ પસંદ આવી હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી ફિલ્મ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ દશેરાની આસપાસ આ ફિલ્મને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.
