Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનેટ પર ઉંમરના આધારે બૅન મૂકવાની ના પાડી સુપ્રીમ કોર્ટે

ઇન્ટરનેટ પર ઉંમરના આધારે બૅન મૂકવાની ના પાડી સુપ્રીમ કોર્ટે

Published : 18 October, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહ્યું કે ઇન્ટરનેટનો એક્સેસ અને ઉપયોગ બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે જ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સુપ્રીમ કોર્ટે બાળકો માટે વય-આધારિત ઇન્ટરનેટ પ્રતિબંધોને ફગાવી દીધા છે તથા મજબૂત ઑનલાઇન સલામતી-પગલાં લેવાની, ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝને લગતી સામગ્રીને ઝડપથી દૂર કરવાની અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતા જાગૃતિ કાર્યક્રમો યોજવાની હાકલ કરી છે. શનિવારે એક મહત્ત્વપૂર્ણ અવલોકનમાં સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 21 અને 19(1)(a) હેઠળ બાળકો સહિત દરેક વ્યક્તિ માટે ઇન્ટરનેટના ઍક્સેસ અને ઉપયોગને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આપણાં બાળકોની સુરક્ષા અને તેમની સ્વતંત્રતા એકબીજાથી વિરોધાભાસી નથી.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સૂચન કર્યું હતું કે ‘બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાને બદલે સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ માટે ‘ચાઇલ્ડ મોડ’ જેવાં પગલાં દાખલ કરીને તેમની ઑનલાઇન સલામતીને મજબૂત બનાવવી જોઈએ.’
બેન્ચે સ્વીકાર્યું કે એના વર્તમાન સ્વરૂપમાં ઇન્ટરનેટ બાળકોની સલામતી માટે જોખમ ઊભું કરે છે. જોકે કોર્ટે નોંધ્યું હતું કે બાળકો માટે હાનિકારક મનાતી સામગ્રી શોધીને દૂર કરવામાં ઑનલાઇન પ્લૅટફૉર્મ નિષ્ફળ જાય તો આ કારણસર બાળકોને ઇન્ટરનેટથી દૂર રાખવામાં ન આવવાં જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK