Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અખ્ખા બૉલીવુડ એક તરફ ઔર ઇમરાન હાશ્મી એક તરફ

અખ્ખા બૉલીવુડ એક તરફ ઔર ઇમરાન હાશ્મી એક તરફ

Published : 19 August, 2026 01:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવારાપન 2ની સફળતાથી ખુશ થઈ ગયેલી ઇમરાન હાશ્મીની પત્નીએ સોશ્યલ મીડિયા પર પતિનાં કર્યાં ભરપૂર વખાણ

ઈમરાન હાશ્મી અને પરવીન હાશ્મી

ઈમરાન હાશ્મી અને પરવીન હાશ્મી


ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મની આ સફળતાથી ઇમરાનના ચાહકોની સાથે તેનો પરિવાર પણ ખૂબ ખુશ છે. ઇમરાનની પત્ની પરવીન હાશ્મીએ પતિની સફળતાથી ખુશ થઈને સોશ્યલ મીડિયા પર તેના માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે.
પરવીને સોશ્યલ મીડિયા પર ‘આવારાપન 2’નું એક પોસ્ટર શૅર કરીને લખ્યું છે... 
અહીં સુધી પહોંચવામાં ઇમીને ૨૩ વર્ષ લાગી ગયાં... ૨૩ વર્ષ સુધી ધૈર્ય, સમર્પણ, વિશ્વાસ, પોતાની જાતને સંપૂર્ણપણે કામને સોંપી દેવી, દુઆઓ અને પ્રાર્થનાઓ. કેટલાક શુક્રવાર એવા આવ્યા જ્યારે ખૂબ ખુશી મળી અને કેટલાક એવા પણ આવ્યા જ્યારે દિલ તૂટ્યું અને નિરાશા હાથ લાગી, પણ તેણે ક્યારેય આ બાબતોને પોતાની જાતને આગળ વધતાં રોકવા દીધી નહીં. તે અડગ રહ્યો, કામ કરતો રહ્યો અને વિશ્વાસ જાળવી રાખ્યો કે એક દિવસ તેની બધી મહેનત રંગ લાવશે.
મેં તેને તમામ પ્રોજેક્ટ્સમાં પોતાનું સર્વસ્વ આપતાં જોયો છે. હવે જ્યારે તેને આટલી જબરદસ્ત સફળતા અને લોકોનો આટલો પ્રેમ મળી રહ્યો છે ત્યારે મારી આસપાસના લોકો ઘણી વાર પૂછે છે કે ‘તે હજુ પણ આટલો જમીન સાથે જોડાયેલો અને શાંત કેવી રીતે છે?’ આ જ બાબત તેને સૌથી અલગ બનાવે છે. કદાચ એટલે જ કહેવાય છે ‘અખ્ખા બૉલીવુડ એક તરફ ઔર ઇમરાન હાશ્મી એક તરફ’. મેં દરરોજ પડદા પાછળની મહેનત જોઈ છે... સ્ક્રિપ્ટ વાંચવી, ડાયલૉગ યાદ કરવા જેમાં કેટલાક તો તેલુગુમાં પણ હતા, બંધ દરવાજા પાછળ સીનની પ્રૅક્ટિસ કરવી, યોગ્ય ખાવા-પીવાનું રાખવું, એક્સરસાઇઝ કરવી અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
આ કેટલીક એવી બાબતો હતી જે તે દરરોજ પૂરી મહેનત સાથે કરતો હતો. રજાઓમાં પણ તેનું રૂટીન ક્યારેય તૂટયું નહોતું. આ વાત અમે બધા સારી રીતે જાણીએ છીએ. આજે તેને મળી રહેલા આટલા પ્રેમ અને પ્રતિસાદને જોઈને હું આ દિવસ માટે ખૂબ ખુશ અને આભારી અનુભવું છું. ઇમરાન ખરેખર આનો હકદાર છે. આજે મને તેના પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. કેટલી સુંદર ક્ષણ છે આ. તો મિત્રો, તમારાં સપનાંને ક્યારેય છોડશો નહીં. ફોકસ્ડ રહો, શિસ્તબદ્ધ રહો, બસ મોટા લક્ષ્ય પર નજર રાખો અને આ સફરનો આનંદ માણો.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK