Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૂર્કી શૂટિંગ માટે નહીં, શૉપિંગ માટે ગયો હતો ઇમરાન હાશ્મી

તૂર્કી શૂટિંગ માટે નહીં, શૉપિંગ માટે ગયો હતો ઇમરાન હાશ્મી

23 October, 2021 12:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેં કદી એ વિશે નિવેદન નથી આપ્યું અથવા તો મેં એમ પણ નથી કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરી રહ્યો છું.’

તૂર્કી શૂટિંગ માટે નહીં, શૉપિંગ માટે ગયો હતો ઇમરાન હાશ્મી

તૂર્કી શૂટિંગ માટે નહીં, શૉપિંગ માટે ગયો હતો ઇમરાન હાશ્મી


ઇમરાન હાશ્મીએ જણાવ્યું કે હું ‘ટાઇગર 3’માં કામ નથી કરી રહ્યો. હું તો શૉપિંગ કરવા ટર્કી ગયો હતો. ઑસ્ટ્રિયા અને ટર્કીમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને સંયોગ એવો થયો કે એ જ વખતે ઇમરાન પણ ત્યાં હાજર હતો એથી ચર્ચા ચાલી રહી હતી કે તે ‘ટાઇગર 3’માં વિલનના રોલમાં દેખાશે. તેનું કહેવું છે કે આ ફિલ્મમાં હું કામ નથી કરી રહ્યો. જોકે એ કેટલું સાચું અને ખોટું છે એ તો સમય જ કહેશે. આ વિશે ઇમરાને કહ્યું હતું કે ‘હું તો ટર્કીમાં શૉપિંગ કરવા ગયો હતો. મેં ત્યાંથી નજર માટેનું રક્ષાકવચ ખરીદ્યું હતું. લોકો ભલે મારા વિશે જે ધારણા લગાવતા હોય. મને તો ગૉસિપ્સ પસંદ છે અને લોકોને પણ મારા કામમાં વધુ રસ છે. મેં કદી ફિલ્મમાં હોવાની સહમતી કે નકાર નથી દર્શાવ્યો. તમને કોણે કીધું કે મેં પહેલેથી જ શૂટિંગ કરી લીધું છે? લોકો કહે છે, પરંતુ મેં ફિલ્મનું શૂટિંગ નથી કર્યું. ખરું કહું તો હું આ ફિલ્મમાં નથી. ખબર નહીં લોકો શું કામ આવું કહે છે. મેં કદી એ વિશે નિવેદન નથી આપ્યું અથવા તો મેં એમ પણ નથી કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK